પણ સ્મૃતિનો વિષય અથવા વચનનો વિષય બનાવે છેે – મનથી આપના નામનું ચિન્તન
તથા વચનથી કેવળ તેનું ઉચ્ચારણ જ કરે છે – તેના સર્વ પ્રકારના પ્રયોજન સિદ્ધ થાય
છે. એવી હાલતમાં મારે શી ચિન્તા છે? અર્થાત્ કાંઈ પણ નથી. તે ઉત્તમ સ્તુતિ
જ પ્રયોજન સિદ્ધ કરનારી થાવ. ૪.
(वसंततिलका)
एतावतैव मम पूर्यत एव देव
सेवां करोमि भवतश्चरणद्वयस्य ।
अत्रैव जन्मनि परत्र च सर्वकालं
न त्वामितः परमहं जिन याचयामि ।।५।।
અનુવાદ : હે દેવ! હું આ જન્મમાં તથા બીજા જન્મમાં પણ નિરંતર આપના
ચરણયુગલની સેવા કરતો રહું, એટલા માત્રથી જ મારૂં પ્રયોજન પૂર્ણ થઈ જાય છે.
હે જિનેન્દ્ર! એથી અધિક હું આપની પાસે બીજું કાંઈ માગતો નથી. ૫.
(वसंततिलका)
सर्वागमावगमतः खलु तत्त्वबोधो
मोक्षाय वृत्तमपि संप्रति दुर्घटं नः ।
जाडयात्तथा कुतनुतस्त्वयि भक्ति रेव
देवास्ति सैव भवतु क्रमतस्तदर्थम् ।।६।।
અનુવાદ : હે દેવ! મુક્તિના કારણભૂત જે તત્ત્વજ્ઞાન છે તે નિશ્ચયથી
સમસ્ત આગમો જાણી લેવાથી પ્રાપ્ત થાય છે અને તે અમે જડબુદ્ધિ હોવાથી
અમારે માટે દુર્લભ જ છે. એ જ રીતે તે મોક્ષના કારણભૂત જે ચારિત્ર છે
તે પણ શરીરની દુર્બળતાથી આ વખતે અમને પ્રાપ્ત થઈ શકતું નથી એ કારણે
આપના વિષયમાં જે મારી ભક્તિ છે તે જ ક્રમશઃ મને મુક્તિનું કારણ
થાવ. ૬.
(मालिनी)
हरति हरतु वृद्धं वार्धकं कायकान्तिं
दधति दधतु दूरं मन्दतामिन्द्रियाणि ।
અધિકાર – ૨૧ઃ ક્રિયાકાંડચૂલિકા ]૩૪૫