Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 8 (23. Paramarthvinshati).

< Previous Page   Next Page >


Page 357 of 378
PDF/HTML Page 383 of 404

 

background image
અનુવાદ : અનેક પ્રકારના વિલાસવાળા કર્મો સાથે મારી એકતા હોવા
છતાં પણ જે ઉત્કૃષ્ટ જ્યોતિ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને ઉત્કૃષ્ટ આનંદસ્વરૂપ
છે તે જ હું છું, તેના સિવાય હું બીજું નથી. બરાબર પણ છે
સ્ફટિકમણિમાં
કાળા પદાર્થના સંબંધથી કાળાશ ઉત્પન્ન થવા છતાં પણ તે તે મણિથી ભિન્ન
જ હોય છે. કારણ એ છે કે લોકમાં જે કાંઈ વિકાર થાય છે તે બે પદાર્થોના
નિમિત્તે જ થાય છે.
વિશેષાર્થ : જો કે સ્ફટિકમણિમાં કોઈ બીજા કાળા પદાર્થના નિમિત્તે કાલિમા અને
જપાપુષ્પના સંસર્ગથી લાલિમા અવશ્ય જોવામાં આવે છે પરંતુ તે વાસ્તવિક રીતે તેની નથી
હોતી તે સ્વભાવથી નિર્મળ અને શ્વેતવર્ણનો જ રહે છે. જ્યાં સુધી તેની પાસે કોઈ અન્ય
રંગની વસ્તુ રહે છે ત્યાં સુધી તેમાં બીજો રંગ જોવામાં આવે છે અને તે ત્યાંથી ખસી
જતાં પછી સ્ફટિકમણિમાં તે વિકૃત રંગ રહેતો નથી. બરાબર એ જ રીતે આત્માની સાથે
જ્ઞાનાવરણાદિ અનેક કર્મોનો સંયોગ રહે ત્યાંસુધી જ તેમાં અજ્ઞાન અને રાગ-દ્વેષ આદિ
વિકારભાવ જોવામાં આવે છે. પરંતુ તે વાસ્તવમાં તેના નથી, તે તો સ્વભાવથી શુદ્ધ જ્ઞાન
દર્શનસ્વરૂપ જ છે. વસ્તુમાં જે વિકારભાવ થાય છે તે કોઈ બીજા પદાર્થના નિમિત્તે જ
થાય છે. માટે તે તેનો કહી શકાતો નથી, કારણ કે તે થોડા જ વખત સુધી રહે છે જેમ
અગ્નિના સંયોગથી જળમાં રહેતી ઉષ્ણતા થોડા સમય (અગ્નિ સંયોગ) સુધી જ રહે છે,
ત્યારપછી શીતળતા જ તેમાં રહે છે, જે સદા રહેનારી છે. ૭.
(शार्दूलविक्रीडित)
आपत्सापि यतेः परेण सह यः संगो भवेत्केनचित्
सापत्सुष्ठु गरीयसी पुनरहो यः श्रीमतां संगमः
यस्तु श्रीमदमद्यपानविकलैरुतानितास्यैर्नृपैः
संपर्कः स मुमुक्षुचेतसि सदा मृत्योरपि क्लेशकृत
।।।।
અનુવાદ : સાધુને કોઈ પરવસ્તુ સાથે જે સંયોગ થાય છે તે પણ તેમને
આપત્તિસ્વરૂપ લાગે છે, વળી જે શ્રીમાનો (ધનવાનો) સાથે તેમનો સમાગમ થાય
છે તે તો તેમને અતિશય મહાન આપત્તિસ્વરૂપ લાગે છે. એ ઉપરાંત સંપત્તિના
અભિમાનરૂપ મદ્યપાનથી વિકળ થઈને ઊંચું મુખ રાખનારા એવા રાજાઓ સાથે જે
સંયોગ થાય છે તે તો તે મોક્ષાભિલાષી સાધુના મનમાં નિરંતર મૃત્યુથી પણ અધિક
કષ્ટકારક હોય છે. ૮.
અધિકાર૨૩ઃ પરમાર્થવિંશતિ ]૩૫૭