Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 12 (23. Paramarthvinshati).

< Previous Page   Next Page >


Page 359 of 378
PDF/HTML Page 385 of 404

 

background image
અનુવાદ : પ્રાણીઓને જે સુખ-દુઃખનો અનુભવ થાય છે તે કર્મ (શાતા અને
અશાતા વેદનીય)નું કાર્ય છે તેથી તે કર્મ જ છે અને તે આત્માથી ભિન્ન છે આ
વાત જે યોગી જાણે છે તથા જેમની બુદ્ધિ આ જાતના ભેદની ભાવનાનો આશ્રય
લઈ ચૂકી છે તે યોગીઓના મનમાં ‘હું સુખી છું. અથવા હું દુઃખી છું’ આ પ્રકારના
વિકલ્પથી મલિન કળા ક્યાંથી સ્થાન પ્રાપ્ત કરી શકે? અર્થાત્ તે યોગીઓના મનમાં
તેવો વિકલ્પ કદી ઉત્પન્ન થતો નથી. ૧૧.
(शार्दूलविक्रीडित)
देवं तत्प्रतिमां गुरुं मुनिजनं शास्त्रादि मन्यामहे
सर्वं भक्ति परा वयं व्यवहृते मार्गे स्थिता निश्चयात्
अस्माकं पुनरेकताश्रयणतो व्यक्तीभवच्चिद्गुण-
स्फारीभूतमतिप्रबन्धमहसामात्मैव तत्त्वं परम्
।।१२।।
અનુવાદ : વ્યવહારમાર્ગમાં સ્થિત અમે ભક્તિમાં તત્પર થઈને જિનદેવ,
જિનપ્રતિમા, ગુરુ, મુનિજન અને શાસ્ત્ર આદિ સર્વેને માનીએ છીએ. પરંતુ
નિશ્ચયથી અભેદ (અદ્વૈત)નો આશ્રય લેવાથી પ્રગટ થયેલ ચૈતન્યગુણથી પ્રકાશમાં
આવેલી બુદ્ધિના વિસ્તારરૂપ તેજ સહિત અમારે માટે કેવળ આત્મા જ ઉત્કૃષ્ટ
તત્ત્વ રહે છે.
વિશેષાર્થ : જીવ જ્યાંસુધી વ્યવહારમાર્ગમાં સ્થિત રહે છે ત્યાં સુધી તે જિન
ભગવાન અને તેમની પ્રતિમા આદિને પૂજ્ય માનીને યથાયોગ્ય તેમની પૂજા આદિ કરે છે.
એથી તેને પુણ્યકર્મનો બંધ થાય છે જે નિશ્ચયમાર્ગની પ્રાપ્તિનું સાધન થાય છે. પછી જ્યારે
તે નિશ્ચયમાર્ગ ઉપર આરૂઢ થઈ જાય છે ત્યારે તેની બુદ્ધિ અભેદ (અદ્વૈત)નો આશ્રય લઈ
લે છે. તે એમ સમજવા લાગે છે કે સ્ત્રી, પુત્ર અને મિત્ર તથા જે શરીર નિરંતર આત્મા
સાથે સંબંધવાળું રહે છે તે પણ મારૂં નથી; હું ચૈતન્યનો એક પિંડ છું
તેના સિવાય અન્ય
કાંઈ પણ મારું નથી. આ અવસ્થામાં તેને પૂજ્યપૂજકભાવનું દ્વૈત પણ રહેતું નથી. કારણ
એ છે કે પૂજ્યપૂજકભાવરૂપ બુદ્ધિ પણ રાગની પરિણતિ છે જે પુણ્યબંધનું કારણ થાય છે.
આ પુણ્યકર્મ પણ જીવને દેવેન્દ્ર અને ચક્રવર્તી આદિના પદોમાં સ્થિત કરીને સંસારમાં જ
પરતંત્ર રાખે છે. માટે આ દ્રષ્ટિએ તે પૂજ્ય
પૂજકભાવ પણ હેય છે. ઉપાદેય કેવળ એક
સચ્ચિદાનંદમય આત્મા જ છે. પરંતુ જ્યાંસુધી પ્રાણીને આ પ્રકારની દ્રઢતા પ્રાપ્ત નથી થતી
ત્યાંસુધી તેણે વ્યવહારમાર્ગનું આલંબન લઈને જિનપૂજનાદિ શુભ કાર્યો કરવા જ જોઈએ, નહિ
તો તેનો સંસાર દીર્ઘ થઈ શકે છે. ૧૨.
અધિકાર૨૩ઃ પરમાર્થવિંશતિ ]૩૫૯