(शार्दूलविक्रीडित)
वर्षं हर्षमपाकरोतु तुदतु स्फीता हिमानी तनुं
घर्मः शर्महरो ऽस्तु दंशमशकं क्लेशाय संपद्यताम् ।
अन्यैर्वा बहुभिः परीषहभटैरारभ्यतां मे मृति-
र्मोक्षं प्रत्युपदेशनिश्चलमतेर्नात्रापि किंचिद्भयम् ।।१३।।
અનુવાદ : જો હું મોક્ષવિષયક ઉપદેશથી બુદ્ધિની સ્થિરતા પ્રાપ્ત કરી
લઉં છું તો ભલે વર્ષાકાળ મારો હર્ષ નષ્ટ કરે, વિસ્તૃત મહાન્ શીત શરીરને
પીડિત કરે, ઘામ (સૂર્યનો તાપ) સુખનું અપહરણ કરે, ડાંસ – મચ્છર ક્લેશનું
કારણ થાય અથવા બીજા પણ અનેક પરીષહરૂપ સુભટ મારા મરણની પણ
શરૂઆત કરી દે; તો પણ એમનો મને કાંઈ પણ ભય નથી. ૧૩.
(शार्दूलविक्रीडित)
चक्षुर्मुख्यहृषीक कर्षकमयो ग्रामो मृतो मन्यते
चेद्रूपादिकृषिक्षमां बलवता बोधारिणा त्याजितः ।
तच्चिन्तां न च सो ऽपि संप्रति करोत्यात्मा प्रभुः शक्ति मान्
यत्किंचिद्भवितात्र तेन च भवो ऽप्यालोक्यते नष्टवत् ।।१४।।
અનુવાદ : જે શક્તિશાળી આત્મારૂપ પ્રભુ ચક્ષુ આદિ ઇન્દ્રિયોરૂપ
કિસાનોથી નિર્મિત ગામને મરેલું સમજે છે તથા જે જ્ઞાનરૂપ બળવાન શત્રુ દ્વારા
રૂપાદિ વિષયરૂપ ખેતીની ભૂમિથી ભ્રષ્ટ કરવામાં આવ્યું છે, છતાં પણ જે કાંઈ
થવાનું છે તેના વિષયમાં અત્યારે ચિન્તા કરતો નથી. આ રીતે સંસારને નષ્ટ થયા
સમાન દેખે છે.
વિશેષાર્થ : જેમ કોઈ શક્તિશાળી ગામના સ્વામીની જો અન્ય પ્રબળ શત્રુ દ્વારા
ખેતી યોગ્ય જમીન છીનવી લેવામાં આવે તો તે પોતાના ખેડૂતોથી પરિપૂર્ણ તે ગામને મરેલા
જેવું માને છે. છતાં પણ તે ભવિતવ્યને મુખ્ય માનીને તેની કાંઈ ચિંતા કરતો નથી. બરાબર
એ જ પ્રમાણે સર્વ શક્તિમાન આત્માને જ્યારે સમ્યગ્જ્ઞાનરૂપ શત્રુ દ્વારા રૂપ – રસાદિરૂપ ખેતી
યોગ્ય ભૂમિથી ભ્રષ્ટ કરી દેવામાં આવે છે – વિવેકબુદ્ધિ ઉત્પન્ન થતાં જ્યારે તે રૂપ-રસાદિસ્વરૂપ
ઇન્દ્રિયવિષયોમાં અનુરાગ રહિત થઈ જાય છે, ત્યારે તે પણ તે ઇન્દ્રિયરૂપ કિસાનોના ગામને
મરેલું સમજે છે અને તેની કાંઈ પણ ચિંતા કરતો નથી. પરંતુ ત્યારે તે પોતાના સંસારને નષ્ટ
૩૬૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ