निर्गत्योद्गतवातबोधितशिखिज्वालाकरालाद्गृहा-
च्छीतां प्राप्य च वापिकां विशति कस्तत्रैव धीमान् नरः ।।१७।।
અનુવાદ : અતિશય નિર્મળ ધ્યાનના આશ્રયે વિસ્તાર પામેલ નિર્ગ્રન્થતા
જનિત આનંદ પ્રાપ્ત થઈ જતાં ખોટા ધ્યાનથી ઇન્દ્રિયસુખ સ્મરણનો વિષય ક્યાંથી
થઈ શકે? અર્થાત્ નિર્ગ્રન્થતાજન્ય સુખની સામે ઇન્દ્રિયવિષયજન્ય સુખ તુચ્છ લાગે
છે, તેથી તેની ચાહ નષ્ટ થઈ જાય છે. બરાબર છે – ઉત્પન્ન થયેલ વાયુ દ્વારા પ્રગટ
કરવામાં આવેલ અગ્નિની જ્વાળાથી ભયાનક એવા ઘરની અંદરથી નીકળીને શીતળ
વાવને પ્રાપ્ત કરતો ક્યો બુદ્ધિમાન પુરુષ ફરીથી તે જ જલતા ઘરમાં પ્રવેશ કરે?
અર્થાત્ કોઈ કરતો નથી. ૧૭.
(शार्दूलविक्रीडित)
जायेतोद्गतमोहतो ऽभिलषिता मोक्षे ऽपि सा सिद्धिहृत्
तद्भूतार्थपरिग्रहो भवति किं क्वापि स्पृहालुर्मुनिः ।
इत्यालोचनसंगतैकमनसा शुद्धात्मसंबन्धिना
तत्त्वज्ञानपरायणेन सततं स्थात्व्यमग्राहिणा ।।१८।।
અનુવાદ : મોહના ઉદયથી જે મોક્ષના વિષયમાં પણ અભિલાષા થાય છે
તે સિદ્ધિ (મુક્તિ)ને નષ્ટ કરે છે તેથી ભૂતાર્થ (સત્યાર્થ) અર્થાત્ નિશ્ચયનયને ગ્રહણ
કરનાર મુનિ શું કોઈ પણ પદાર્થના વિષયમાં ઇચ્છાયુક્ત હોય છે? અર્થાત્ નથી હોતો.
આ રીતે મનમાં ઉપર્યુક્ત વિચાર કરીને શુદ્ધ આત્મા સાથે સંબંધ રાખતા મુનિએ
પરિગ્રહ રહિત થઈને નિરંતર તત્ત્વજ્ઞાનમાં તત્પર રહેવું જોઈએ. ૧૮.
(शार्दूलविक्रीडित)
जायन्ते विरसा रसा विघटते गोष्ठीकथाकौतुकं
शीर्यन्ते विषयास्तथा विरमति प्रीतिः शरीरे ऽपि च ।
मौनं च प्रतिभासते ऽपि च रहः प्रायो मुमुक्षोश्चितः
चिन्तायामपि यातुमिच्छति समं दोषेर्मनः पञ्चताम् ।।१९।।
અનુવાદ : ચૈતન્યસ્વરૂપ આત્માના ચિંતનમાં મુમુક્ષુ જનોના રસ નીરસ થઈ
૩૬૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ