જાય છે, ભેગા મળીને પરસ્પર ચાલતી કથાઓનું કુતૂહલ નષ્ટ થઈ જાય છે,
ઇન્દ્રિયવિષય વિલીન થઈ જાય છે, શરીરની બાબતમાં પણ પ્રેમનો અંત આવી જાય
છે, એકાંતમાં મૌન પ્રતિભાસિત થાય છે તથા તેવી દશામાં દોષોની સાથે મન પણ
મરવાની ઇચ્છા કરે છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જ્યાંસુધી પ્રાણીનું આત્મસ્વરૂપ તરફ લક્ષ્ય નથી હોતું
ત્યાંસુધી તેને સંગીત સાંભળવામાં, નૃત્ય પરિપૂર્ણ નાટક આદિ દેખવામાં, પરસ્પર કથા – વાર્તા
કરવામાં તથા શૃંગારાદિપૂર્ણ નવલકથા આદિ વાંચવા – સાંભળવામાં આનંદ આવે છે. પરંતુ જેવો તેના
હૃદયમાં આત્મસ્વરૂપનો બોધ ઉદય પામે છે તેવો જ તેને ઉપર્યુક્ત ઇન્દ્રિયવિષયોના નિમિત્તે પ્રાપ્ત
થતો રસ (આનંદ) નીરસ પ્રતિભાસવા લાગે છે. અન્ય ઇન્દ્રિય વિષયોની તો વાત જ શું, પરંતુ
તે વખતે તેને પોતાના શરીર ઉપર પણ અનુરાગ રહેતો નથી. તે એકાંતસ્થાનમાં મૌનપૂર્વક સ્થિત
થઈને આત્માનંદમાં મગ્ન રહે છે અને આ રીતે તે અજ્ઞાનાદિ દોષો અને સમસ્ત માનસિક વિકલ્પોથી
રહિત થઈને અજર-અમર બની જાય છે. ૧૯.
(शार्दूलविक्रीडित)
तत्त्वं वागतिवर्ति शुद्धनयतो यत्सर्वपक्षच्युतं
तद्वाच्यं व्यवहारमार्गपतितं शिष्यार्पणे जायते ।
प्रागल्भ्यं न तथास्ति तत्र विवृतौ बोधो न ताद्रग्विघः
तेनायं ननु माद्रशो जडमतिर्मौनाश्रितस्तिष्ठति ।।२०।।
અનુવાદ : જે તત્ત્વ શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાએ વચનનો અવિષય (અવક્તવ્ય)
તથા નિત્યત્વાદિ સર્વ વિકલ્પો રહિત છે તે જ શિષ્યોને આપવાના વિષયમાં અર્થાત્
શિષ્યોને પ્રબોધ કરાવવા માટે વ્યવહારમાર્ગમાં પડીને વચનનો વિષય પણ થાય છે.
તે આત્મતત્ત્વનું વિવરણ કરવા માટે ન તો મારામાં તેવી પ્રતિભાશાલિતા (નિપુણતા)
છે અને ન તે પ્રકારનું જ્ઞાનેય છે. માટે મારા જેવો મન્દબુદ્ધિ મનુષ્ય મૌનનું અવલંબન
લઈને જ સ્થિત રહે છે.
વિશેષાર્થ : જો શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ વસ્તુના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવામાં
આવે તો તે વચનો દ્વારા કહી જ શકાતું નથી. પરંતુ તેનું પરિજ્ઞાન શિષ્યોને પ્રાપ્ત થાય,
તે માટે વચનોનો આશ્રય લઈને તેમના દ્વારા તેમને બોધ કરાવવામાં આવે છે. આ
વ્યવહારમાર્ગ છે, કારણ કે વાચ્ય – વાચકનો આ દ્વૈતભાવ ત્યાં જ સંભવે છે, નહિ કે
નિશ્ચયમાર્ગમાં. ગ્રન્થકર્તા શ્રી પદ્મનન્દિ મુનિ પોતાની લઘુતા પ્રગટ કરતાં અહીં કહે છે કે
અધિકાર – ૨૩ઃ પરમાર્થવિંશતિ ]૩૬૩