૨૪. શરીરાષ્ટક
[२४. शरीराष्टकम् ]
(शार्दूलविक्रीडित)
दुर्गन्धाशुचिधातुभित्तिकलितं संछादितं चर्मणा
विष्मूत्रादिभृतं क्षुधादिविलसद्दुःखाखुभिश्छिद्रितम् ।
क्लिष्टं कायकुटीरकं स्वयमपि प्राप्तं जरावह्निना
चेदेतत्तदपि स्थिरं शुचितरं मूढो जनो मन्यते ।।१।।
અનુવાદ : જે શરીરરૂપી ઝૂંપડી દુર્ગંધયુક્ત અપવિત્ર રસ, રુધિર અને અસ્થિ
આદિ ધાતુઓરૂપ ભીંતો (દીવાલો) ને આશ્રિત છે, ચામડાથી વિંટળાયેલ છે, વિષ્ટા અને
મૂત્રાદિથી પરિપૂર્ણ છે તથા પ્રગટ થયેલ ભૂખ, તરસ આદિ દુઃખોરૂપ ઉંદરોદ્વારા
છિદ્રોવાળી કરવામાં આવી છે; આવી તે શરીરરૂપ ઝૂંપડી જો કે પોતે જ વૃદ્ધત્વરૂપ અગ્નિ
દ્વારા પ્રાપ્ત કરાય છે તો પણ અજ્ઞાની મનુષ્ય તેને સ્થિર અને અતિશય પવિત્ર માને છે.
વિશેષાર્થ : અહીં શરીરને ઝુંપડીની ઉપમા આપીને એમ બતાવ્યું છે કે જેમ વાંસ
આદિથી નિર્મિત ભીંતોના આશ્રયે રહેતી ઝુંપડી ઘાસ કે પાંદડાઓથી ઢંકાયેલી રહે છે. એમાં ઉંદરો
દ્વારા જે અહીં તહીં છિદ્રો કરવામાં આવે છે તેનાથી તે નબળી થઈ જાય છે. તેમાં જો કદાચ
આગ લાગી જાય તો તે જોતજોતામાં જ ભસ્મ થઈ જાય છે. બરાબર એ જ જાતનું આ શરીર
પણ છે – એમાં ભીંતોના સ્થાને દુર્ગંધવાળી અને અપવિત્ર રસ-રુધિરાદિ ધાતુઓ છે, ઘાસ આદિના
સ્થાને એને ઢાંકનાર ચામડું છે. તથા અહીં ઉંદરોના સ્થાને ભૂખ – તરસ આદિથી થતું વિપુલ દુઃખ
છે જે તેને નિરંતર નિર્બળ બનાવે છે. આ રીતે ઝુંપડી સમાન હોવા છતાં પણ તેના કરતાં શરીરમાં
એ વિશેષતા છે કે તે તો સમય પ્રમાણે નિયમથી વૃદ્ધત્વ (બુઢાપા) થી વ્યાપ્ત થઈને નાશ પામવાનું
છે. પરંતુ તે ઝુંપડી તો કદાચ જ અસાવધાનીને કારણે અગ્નિ આદિથી વ્યાપ્ત થઈને નષ્ટ થાય
૩૬૫