Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 2-3 (24. Sharirashtak).

< Previous Page   Next Page >


Page 366 of 378
PDF/HTML Page 392 of 404

 

background image
છે. આવી અવસ્થા હોવા છતાં પણ આશ્ચર્ય એ જ કે અજ્ઞાની પ્રાણી તેને સ્થિર અને પવિત્ર સમજીને
તેના નિમિત્તે અનેક પ્રકારનાં દુઃખો સહન કરે છે. ૧.
(शार्दूलविक्रीडित)
दुर्गन्धं कृमिकीटजालकलितं नित्यं स्रवद्दूरसं
शौचस्नानविधानवारिविहितप्रक्षालनं रुग्भूतम्
मानुष्यं वपुराहुरुन्नतधियो नाडीव्रणं भेषजं
तत्रान्नं वसनानि पट्टकमहो तत्रापि रागी जनः
।।।।
અનુવાદ : જે આ મનુષ્યનું શરીર દુર્ગન્ધ સહિત છે, લટ અને ક્ષુદ્ર
જંતુઓના સમૂહથી વ્યાપ્ત છે, નિરંતર વહેતા પરસેવા અને નાક આદિના દૂષિત
રસથી પરિપૂર્ણ છે, પવિત્રતા સૂચક સ્નાનને સિદ્ધ કરનાર જળથી જેને ધોવામાં
આવે છે, છતાં પણ જે રોગોથી પરિપૂર્ણ છે; એવા તે મનુષ્યના શરીરને ઉત્કૃષ્ટ
બુદ્ધિના ધારક વિદ્વાનો નસ સાથે સંબંધવાળા ગૂમડા આદિના જખ્મ સમાન બતાવે
છે. તેમાં અન્ન (આહાર) તો ઔષધ સમાન છે અને વસ્ત્ર પાટા સમાન છે છતાં
પણ આશ્ચર્ય છે કે તેમાં પણ મનુષ્ય અનુરાગ કરે છે.
વિશેષાર્થ : અહીં મનુષ્યના શરીરને જખ્મ સમાન બતાવીને બન્નેમાં સમાનતા
બતાવવામાં આવી છે. જેમ કેજેવી રીતે ઘાવ દુર્ગંધસહિત હોય છે તેવી જ રીતે આ શરીર
પણ દુર્ગન્ધ યુક્ત છે, ઘાવમાં જેવી રીતે કૃમિ અને બીજા નાના નાના જંતુઓનો સમૂહ રહે
છે તેવી જ રીતે શરીરમાં પણ તે રહે જ છે. ઘાવમાંથી જો નિરંતર પરૂ અને લોહી વગેરે
વહ્યા કરે છે તો આ શરીરમાંથી પણ નિરંતર પરસેવો વગેરે વહ્યા જ કરે છે. ઘાવને જો
જળથી ધોઈને સ્વચ્છ કરવામાં આવે છે તો આ શરીરને પણ જળથી સ્નાન કરાવીને સ્વચ્છ
કરવામાં આવે છે, ઘાવ જેમ રોગથી પૂર્ણ છે તેવી જ રીતે શરીર પણ રોગોથી પરિપૂર્ણ છે.
ઘાવને રુઝવવા માટે જો દવા લગાડવામાં આવે છે તો શરીરને ભોજન આપવામાં આવે છે,
તથા જો ઘાવને પાટાથી બાંધવામાં આવે છે તો આ શરીરને પણ વસ્ત્રોથી ઢાંકવામાં આવે છે.
આ રીતે શરીરમાં ઘાવની સમાનતા હોવા છતાં પણ આશ્ચર્ય એક એ જ છે કે ઘાવને તો
મનુષ્ય ઇચ્છતો નથી પરંતુ આ શરીરમાં તે અનુરાગ કરે છે. ૨.
(उपजाति)
नृणामशेषाणि सदैव सर्वथा वपूंषि सर्वाशुचिभाञ्जि निश्चितम्
ततः क एतेषु बुधः प्रपद्यते शुचित्वमम्बुप्लुतिचन्दनादिभिः ।।।।
૩૬૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ