અનુવાદ : જો હૃદયમાં જીવાદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપને પ્રગટ કરનાર
ગુરુનો ઉપદેશ સ્થિત હોય તો મારૂં જેવું આ શરીર હોય તે તેવું બની રહો અર્થાત્
તેનાથી મને કોઈ જાતનો ખેદ નથી. એનું કારણ એ છે કે ઉક્ત ગુરુના ઉપદેશના
પ્રભાવથી અસાધારણ અને ઉત્કૃષ્ટ આનંદના કારણભૂત અવિનશ્વર મોક્ષલક્ષ્મી શીઘ્ર
જ પ્રાપ્ત થાય છે. ૫.
(शार्दूलविक्रीडित)
पर्यन्ते कृमयो ऽथ वह्निवशतो भस्मैव मत्स्यादनात्
विष्टा स्यादथवा वपुःपरिणतिस्तस्येद्रशी जायते ।
नित्यं नैव रसायनादिभिरपि क्षय्येव यत्तत्कृते
कः पापं कुरुते बुधो ऽत्र भविता कष्टा यतो दुर्गतिः ।।६।।
અનુવાદ : આ શરીર અંતે અર્થાત્ પ્રાણરહિત થતાં કીડાસ્વરૂપ અથવા
અગ્નિને વશ થઈને ભસ્મસ્વરૂપ અથવા માછલીઓએ ખાવાથી વિષ્ઠા (મળ) સ્વરૂપ
થઈ જાય છે, તે શરીરનું પરિણમન એવું જ થાય છે. ઔષધિ આદિ દ્વારા પણ નિત્ય
નથી. પરંતુ વિનશ્વર જ છે, તો ભલા ક્યો વિદ્વાન્ મનુષ્ય એના વિષયમાં પાપકાર્ય
કરે? અર્થાત્ કોઈ પણ વિદ્વાન્ તેના નિમિત્તે પાપકર્મ કરતો નથી. કારણ એ છે કે
તે પાપથી નરકાદિ દુર્ગતિ જ પ્રાપ્ત થાય છે. ૬.
(शार्दूलविक्रीडित)
संसारस्तनुयोग एष विषयो दुःखान्यतो देहिनो
वह्नेर्लोहसमाश्रितस्य घनतो घाताद्यतो निष्ठुरात् ।
त्याज्या तेन तनुर्मुमुक्षुभिरियं युक्त्वा महत्या तया
नो भूयो ऽपि ययात्मनो भवकृते तत्संनिधिर्जायते ।।७।।
અનુવાદ : આ શરીરનો સંબંધ જ સંસાર છે, તેનાથી વિષયમાં પ્રવૃત્તિ થાય
છે જેથી પ્રાણીને દુઃખ થાય છે. બરાબર છે – લોઢાનો આશ્રય લેનાર અગ્નિને કઠોર
ઘણના ઘા સહન કરવા પડે છે. તેથી મોક્ષાર્થી ભવ્ય જીવોએ આ શરીર એવી મહાન્
યુક્તિથી છોડવું જોઈએ કે જેથી સંસારના કારણભૂત તે શરીરનો સંબંધ આત્મા સાથે
ફરીથી ન થઈ શકે.
૩૬૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ