Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 8 (24. Sharirashtak).

< Previous Page   Next Page >


Page 369 of 378
PDF/HTML Page 395 of 404

 

background image
વિશેષાર્થ : પહેલાં લોઢાને અગ્નિમાં ખૂબ તપાવવામાં આવે છે. પછી તેને ઘણથી
ટીપીટીપીને તેના સાધનો બનાવવામાં આવે છે. આ કાર્યમાં જેમ લોઢાની સંગતિથી નકામા
જ અગ્નિને પણ ઘણથી કરાતા ઘા સહેવા પડે છે તેવી જ રીતે શરીરની સંગતિથી આત્માને
પણ તેની સાથે અનેક પ્રકારના દુઃખ સહેવા પડે છે. તેથી ગ્રન્થકાર કહે છે કે તપ આદિ
દ્વારા તે શરીરને આ રીતે છોડવાનો પ્રયાસ કરવો જોઈએ. કે જેથી ફરીથી તેની પ્રાપ્તિ ન
થાય. કારણ એ છે કે આ મનુષ્ય શરીરની પ્રાપ્તિ કરીને જો તેના દ્વારા સાધ્ય સંયમ અને
તપ આદિનું આચરણ ન કર્યું તો પ્રાણીને તે શરીર ફરી ફરી પ્રાપ્ત થતું જ રહેશે અને તેથી
શરીરની સાથે કષ્ટો પણ સહન કરવા જ પડશે. ૭.
(शार्दूलविक्रीडित)
रक्षापोषविधौ जनो ऽस्य वपुषः सर्वः सदैवोद्यतः
कालदिष्टजरा करोत्यनुदिनं तज्जर्जरं चानयोः
स्पर्धामाश्रितयोर्द्वयोर्विजयिनी सैका जरा जायते
साक्षात्कालपुरःसरा यदि तदा कास्था स्थिरत्वे नृणाम्
।।।।
અનુવાદ : સર્વ પ્રાણી આ શરીરના રક્ષણ અને પોષણમાં નિરંતર
પ્રયત્નશીલ રહે છે, ત્યાં કાળદ્વારા આદિષ્ટ જરામૃત્યુથી પ્રેરિત વૃદ્ધાવસ્થા તેને
પ્રતિદિન નિર્બળ કરે છે. આ રીતે જાણે પરસ્પર સ્પર્ધા પામેલા જ આ બન્નેમાં
એક પેલી વૃદ્ધાવસ્થા જ વિજયી થાય છે કારણ કે તેની આગળ સાક્ષાત્ કાળ
(યમરાજ) સ્થિત છે. આવી હાલતમાં જ્યાં શરીરની આ સ્થિતિ છે તો પછી
તેની સ્થિરતામાં મનુષ્યોનો ક્યો પ્રયત્ન ચાલી શકે? અર્થાત્ તેનો કોઈ પણ પ્રયત્ન
ચાલી શકતો નથી. ૮.
આ રીતે શરીરાષ્ટક અધિકાર સમાપ્ત થયો. ૨૪.
અધિકાર૨૪ઃ શરીરાષ્ટક ]૩૬૯