૨૫. સ્નાનાષ્ટક
[२५. स्नानाष्टकम् ]
(शार्दूलविक्रीडित)
सन्माल्यादि यदीयसंनिधिवशादस्पृश्यतामाश्चयेद्
विष्मूत्रादिभृतं रसादिघटितं बीभत्सु यत्पूति च ।
आत्मानं मलिनं करोत्यपि शुचिं सर्वाशुचिनामिदं
संकेतैकगृहं नृणां वपुरपां स्नानात्कथं शुद्धयति ।।१।।
અનુવાદ : જે શરીરની સમીપતાને કારણે ઉત્તમ માળા આદિ અડવાને પણ
યોગ્ય રહેતાં નથી, જે મળ અને મૂત્ર આદિથી ભરેલું છે, રસ અને રુધિર આદિ
સાત ધાતુઓથી રચાયેલું છે, ભયાનક છે; દુર્ગન્ધયુક્ત છે અને જે નિર્મળ આત્માને
પણ મલિન કરે છે; એવું સમસ્ત અપવિત્રતાઓના એક સંકેતગૃહ સમાન આ મનુષ્યોનું
શરીર જળના સ્નાનથી કેવી રીતે શુદ્ધ થઈ શકે? અર્થાત્ થઈ શકે નહિ. ૧.
(शार्दूलविक्रीडित)
आत्मातीव शुचिः स्वभावत इति स्नानं वृथास्मिन् परे
कायश्चाशुचिरेव तेन शुचितामभ्येति नो जातुचित् ।
स्नानस्योभयथेत्यभूद्बिफलता ये कुर्वते तत्पुनस्-
तेषां भूजलकीटकोटिहननात्पापाय रागाय च ।।२।।
અનુવાદ : આત્મા તો સ્વભાવથી અત્યંત પવિત્ર છે, તેથી તે ઉત્કૃષ્ટ આત્માના
વિષયમાં સ્નાન વ્યર્થ જ છે; તથા શરીર સ્વભાવથી અપવિત્ર જ છે. તેથી તે પણ
કદી તે સ્નાન દ્વારા પવિત્ર થઈ શકતું નથી. આ રીતે સ્નાનની વ્યર્થતા બન્નેય પ્રકારે
સિદ્ધ થાય છે. છતાં પણ જે લોકો તે સ્નાન કરે છે તે તેને માટે કરોડો પૃથ્વીકાયિક,
૩૭૦