વ્યાકુળ છે, તથા એ જ કારણે જેમની સમ્યગ્દર્શનરૂપ દ્રષ્ટિ અતિશય મંદ થઈ ગઈ
છે તે ભવ્ય જીવ શ્રીમાન્ પદ્મનન્દિ મુનિના મુખરૂપ ચંદ્રબિંબથી ઉત્પન્ન થયેલ આ
ઉત્કૃષ્ટ ‘સ્નાનાષ્ટક’ નામનું અમૃત કાનવડે પીને સુખી થાવ.
જો તે વખતે ચંદ્રબિંબમાંથી ઉત્પન્ન થયેલ અમૃતની પ્રાપ્તિ થઈ જાય, તો તે તેને પીને વિષરહિત
થયો થકો પૂર્વ ચેતના પ્રાપ્ત કરી લે છે. બરાબર એવી જ રીતે જે પ્રાણી સર્પ સમાન અનેક ભવોમાં
ઉપાર્જિત દર્શનમોહનીયના ઉદયથી મિથ્યાભાવને પ્રાપ્ત થયેલ જ્ઞાન (મિથ્યાજ્ઞાન) દ્વારા વિવેકશૂન્ય
થઈ ગયા છે તથા જેમનું સમ્યગ્દર્શન મંદ પડી ગયું છે તેઓ જો પદ્મનન્દિ મુનિએ રચેલ આ
‘સ્નાનાષ્ટક’ પ્રકરણ કાનો વડે સાંભળે તો અવિવેક નષ્ટ થઈ જવાથી તેઓ અવશ્યમેવ પ્રબોધ પામે,
કારણ કે આ સ્નાનાષ્ટક પ્રકરણ અમૃત સમાન સુખ આપનાર છે. ૮.