૨૬. બ્રહ્મચર્યાષ્ટક
[२६. ब्रह्मचर्याष्टकम् ]
(द्रुतविलम्बित)
भवविवर्धनमेव यतो भवेदधिकदुःखकरं चिरमङ्गिनाम् ।
इति निजाङ्गनयापि न तन्मतं मतिमतां सुरतं किमुतो ऽन्यथा ।।१।।
અનુવાદ : મૈથુન (સ્ત્રીસેવન) પ્રાણીઓનો સંસાર વધારીને તેમને ચિરકાળ
સુધી અધિક દુઃખ આપે છે તેથી બુદ્ધિમાન મનુષ્યોને જ્યાં પોતાની સ્ત્રી સાથે પણ
તે મૈથુન કર્મ ઇષ્ટ નથી તો પછી ભલા અન્ય પ્રકારે અર્થાત્ પરસ્ત્રી આદિની સાથે
તો તે તેમને ઇષ્ટ કેમ હોય? અર્થાત્ તેની તો બુદ્ધિમાન મનુષ્ય કદી ઇચ્છા જ કરતા
નથી. ૧.
(द्रुतविलम्बित)
पशव एव रते रतमानसा इति बुधैः पशुकर्म तदुच्यते ।
अभिधया ननु सार्थकयानया पशुगतिः पुरतो ऽस्य फलं भवेत् ।।२।।
અનુવાદ : આ મૈથુનકર્મમાં પશુઓનું જ મન અનુરક્ત રહે છે, તેથી વિદ્વાન
મનુષ્ય તેને પશુકર્મ એ સાર્થક નામે કહે છે. તથા આગળના ભવમાં એનું ફળ પણ
પશુગતિ અર્થાત્ તિર્યંચગતિની પ્રાપ્તિ થાય છે.
વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે જે મનુષ્ય નિરંતર વિષયાસક્ત રહે છે
તે પશુઓથી પણ હલકાં છે. કારણ કે પશુઓને તો ઘણું કરીને એને માટે કાંઈક નિશ્ચિત
સમય જ રહે છે; પરંતુ આવા મનુષ્યોને એના માટે કોઈ પણ સમય નિશ્ચિત હોતો નથી –
તેઓ નિરંતર કામાસક્ત રહે છે. એનું ફળ એ થાય છે કે આગામી ભવમાં તેમને તે તિર્યંચ
૩૭૫