Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 6-8 (26. Brahmacharyashtak).

< Previous Page   Next Page >


Page 377 of 378
PDF/HTML Page 403 of 404

 

background image
અનુરાગ સ્થિત રહે છે તે ચેતનના શત્રુભૂત મોહના વિસ્તારરૂપ દોષથી થાય છે. એનું
કારણ અવિવેક છે. ૫.
(द्रुतविलम्बित)
निरवशेषयमद्रुमखण्डने शितकुठारहतिर्ननु मैथुनम्
सततमात्महितं शुभमिच्छता परिहृतिर्व्रतिनास्य विधीयते ।।।।
અનુવાદ : નિશ્ચયથી આ મૈથુનકર્મ સમસ્ત સંયમરૂપ વૃક્ષને ખંડિત કરવામાં
તીક્ષ્ણ કુહાડીના આઘાત સમાન છે. તેથી નિરંતર ઉત્તમ આત્મહિતની ઇચ્છા કરનાર
સાધુ એનો ત્યાગ કરે છે. ૬.
(द्रुतविलम्बित)
मधु यथा पिबतो विश्रतिस्तथा वृजिनकर्मभृतः सुरते मतिः
न पुनरेतदभीष्टमिहाङ्गिनां न च परत्र यदायति दुःखदम् ।।।।
અનુવાદ : જેમ મદ્ય પીનાર પુરુષને વિકાર થાય છે તેવી જ રીતે પાપ
કર્મ ધારણ કરનાર પ્રાણીને મૈથુનના વિષયમાં બુદ્ધિ થાય છે. પરંતુ એ
પ્રાણીઓને ન આ લોકમાં ઇષ્ટ છે અને ન પરલોકમાં ય. કારણ કે તે ભવિષ્યમાં
દુઃખદાયક છે. ૭.
(द्रुतविलम्बित)
रतिनिषेधविधौ यततां भवेच्चपलतां प्रविहाय मनः सदा
विषयसौख्यमिदं विषसंनिभं कुशलमस्ति न भुक्त वतस्तव ।।।।
અનુવાદ : હે મન, તું ચંચળતા છોડીને નિરંતર મૈથુનના પરિત્યાગની વિધિમાં
પ્રયત્ન કર, કારણ કે આ વિષયસુખ વિષસમાન દુઃખદાયક છે. તેથી એને ભોગવતાં
તારૂં કલ્યાણ થઈ શકશે નહીં.
વિશેષાર્થ : જેમ વિષના ભક્ષણથી પ્રાણીને મરણજન્ય દુઃખ ભોગવવું પડે છે તેવી જ
રીતે આ મૈથુનવિષયક અનુરાગથી પણ પ્રાણીને જન્મમરણના અનેક દુઃખ સહન કરવા પડે છે.
તેથી અહીં મનને સંબોધિત કરીને એમ કહેવામાં આવ્યું છે કે હે મન! તું આ લોક અને પરલોક
બન્ને ય લોકમાં દુઃખ આપનાર તે વિષયભોગને છોડવાનો પ્રયત્ન કર, નહિ તો તારૂં અહિત
અનિવાર્ય છે. ૮.
અધિકાર૨૬ઃ બ્રહ્મચર્યાષ્ટક ]૩૭૭