Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 32-33 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 22 of 378
PDF/HTML Page 48 of 404

 

background image
હકીકત કહી સંભળાવી. અંતે યુદ્ધની તૈયારી કરીને રામચંદ્ર સેના સહિત લંકા જઈ પહોંચ્યા.
તેમણે સીતાને પાછી આપવા માટે રાવણને બહુ સમજાવ્યો પણ તે સીતાને પાછી આપવા તૈયાર
થયો નહિ. તેને આવી રીતે પરસ્ત્રીમાં આસક્ત જોઈને તેનો પોતાનો ભાઈ વિભીષણ પણ
રીસાઈને રામચંદ્રની સેનામાં આવી મળ્યો. છેવટે બન્ને વચ્ચે ધમસાણ યુદ્ધ થયું, જેમાં રાવણના
અનેક કુટુંબીઓ અને તે પોતે પણ માર્યો ગયો. પરસ્ત્રીના મોહથી રાવણની બુદ્ધિ નાશ પામી
હતી, તેથી તેને બીજા હિતેચ્છક માણસોના પ્રિય વચનો પણ અપ્રિય જ લાગ્યા અને અંતે તેને
આ જાતનું દુઃખ સહન કરવું પડ્યું. ૩૧.
(आर्या)
न परमियन्ति भवन्ति व्यसनान्यपराण्यपि प्रभूतानि
त्यक्त्वा सत्पथमपथप्रवृत्तयः क्षुद्रबुद्धीनाम् ।।३२।।
અનુવાદ : કેવળ આટલા (સાત) જ વ્યસન નથી, પણ બીજા ય ઘણા વ્યસનો
છે કારણ કે અલ્પમતિ મનુષ્ય સમીચીન માર્ગ છોડીને કુત્સિત માર્ગમાં પ્રવૃત્ત થયા
કરે છે.
વિશેષાર્થ : જે અસત્ પ્રવૃત્તિઓ મનુષ્યને સન્માર્ગથી ભ્રષ્ટ કરે છે તેમનું નામ વ્યસન
છે. એવા વ્યસન ઘણા હોઈ શકે છે. તેમની આ સાતની સંખ્યા સ્થૂળપણે જ નક્કી કરવામાં આવી
છે. કારણ કે મંદબુદ્ધિ મનુષ્ય સન્માર્ગથી ચ્યુત થઇને વિવિધ રીતે કુમાર્ગમાં પ્રવૃત્ત થાય છે. તેમની
આ બધી પ્રવૃત્તિઓ વ્યસનમાં જ સમાયેલી તેથી વ્યસનોની આ સાતની સંખ્યા સ્થૂળરૂપે જ સમજવી
જોઈએ. ૩૨.
(शार्दूलविक्रीडित)
सर्वाणि व्यसनानि दुर्गतिपथाः स्वर्गापवर्गार्गलाः
वज्राणि व्रतपर्वतेषु विषमाः संसारिणां शत्रवः
प्रारम्भे मधुरेषु पाककटुकेष्वेतेषु सद्धीधनैः
कर्तव्या न मतिर्मनागपि हितं वाञ्छद्भिरत्रात्मनः
।।३३।।
અનુવાદ :બધા વ્યસનો નરકાદિ દુર્ગતિઓના કારણ હોઈને સ્વર્ગ અને
મોક્ષની પ્રાપ્તિમાં આગળિયા સમાન છે, એ સિવાય તે વ્રતરૂપી પર્વતોને નષ્ટ કરવા
માટે વજ્ર જેવા હોઈને સંસારી જીવો માટે દુર્દમ શત્રુ સમાન જ છે. આ વ્યસનો
જો કે શરૂઆતમાં મધુર લાગે છે પરંતુ પરિણામે તે કડવા જ છે. તેથી જ અહીં
૨૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ