આત્મહિતની ઇચ્છા રાખનાર બુદ્ધિમાન પુરુષોએ આ વ્યસનોમાં જરા પણ બુદ્ધિ ન
લગાવવી જોઈએ. ૩૩.
(वसंततिलका)
मिथ्याद्रशां विसद्रशां च पथच्युतानां
मायाविनां व्यसनिनां च खलात्मनां च ।
संगं विमुञ्चत बुधाः कुरुतोत्तमानां
गन्तुं मतिर्यदि समुन्नतमार्ग एव ।।३४।।
અનુવાદ : જો ઉત્તમ માર્ગમાં જ ગમન કરવાની અભિલાષા હોય તો
બુદ્ધિમાન પુરુષોનું એ આવશ્યક કર્તવ્ય છે કે તે મિથ્યાદ્રષ્ટિઓ, વિસદ્રશો અર્થાત્ વિરુદ્ધ
ધર્મના અનુયાયીઓ, સન્માર્ગથી ભ્રષ્ટ થયેલાઓ, માયાચારીઓ, વ્યસનના પ્રેમીઓ
તથા દુષ્ટ જનોનો સંગ છોડીને ઉત્તમ પુરુષોનો સત્સંગ કરે . ૩૪.
(वसंततिलका)
स्निग्धैरपि व्रजत मा सह संगमेभिः
क्षुद्रैः कदाचिदपि पश्यत सर्षपाणाम् ।
स्नेहो ऽपि संगतिकृतः खलताश्रितानां
लोकस्य पातयति निश्चितमश्रु नेत्रात् ।।३५।।
અનુવાદ : ઉપર્યુક્ત મિથ્યાદ્રષ્ટિ આદિ તુચ્છ જીવો જો પોતાના સગા પણ
હોય તો પણ તેમનો સંગ કદી યે ન કરવો જોઈએ. જુઓ, ખલતા (તેલ નીકળી
ગયા પછી પ્રાપ્ત થનાર સરસવની ખોળરૂપ અવસ્થા, બીજા પક્ષે દુષ્ટતા)નો આશ્રય
કરનાર ક્ષુદ્ર સરસવના દાણાનો સ્નેહ (તેલ) પણ સંગ પામીને નિશ્ચયથી લોકોની
આંખમાંથી આંસુ પડાવે છે.
વિશેષાર્થ : જેમ નાના હોવા છતાં સરસવના દાણામાંથી નીકળેલ સ્નેહ (તેલ)ના
સંયોગથી તેની તીક્ષ્ણતાને કારણે માણસની આંખમાંથી આંસુ નીકળવા લાગે છે તેવી જ રીતે ઉપર્યુક્ત
ક્ષુદ્ર મિથ્યાદ્રષ્ટિ આદિ દુષ્ટ પુરુષોના સ્નેહ (પ્રેમ, સંગ)થી થનાર ઐહિક અને પારલૌકિક દુઃખનો
અનુભવ કરનાર પ્રાણીની પણ આંખોમાંથી પશ્ચાત્તાપને કારણે આંસુ નીકળવા લાગે છે. તેથી
આત્મહિત ઇચ્છનાર જીવોએ આવા દુષ્ટ મનુષ્યોના સંગનો પરિત્યાગ કરવો જ જોઈએ . ૩૫.
અધિકાર – ૧ઃ ધર્મોપદેશામૃત ]૨૩