(शिखरिणी)
कलावेकः साधुर्भवति कथमप्यत्र भुवने
स चाघ्रातः क्षुद्रैः कथमकरुणैर्जीवति चिरम् ।
अतिग्रीष्मे शुष्यत्सरसि विचरच्चञ्चुचरतां
बकोटानामाग्रे तरलशफ री गच्छति कियत् ।।३६।।
અનુવાદ : આ લોકમાં કળિકાળના પ્રભાવથી ખૂબ મુશ્કેલીથી એકાદ જ સાધુ
હોય છે. તે પણ જ્યાં નિર્દય દુષ્ટ પુરુષો દ્વારા સતાવાય ત્યાં ભલા કેવી રીતે ચિરકાળ
જીવિત રહી શકે? અર્થાત્ રહી શકતા નથી. યોગ્ય જ છે – જ્યારે આકરા ઉનાળામાં
તળાવનું પાણી સૂકાવા માંડે છે ત્યારે ચાંચ હલાવીને ચાલતા બગલાઓ આગળ ચંચળ
માછલી કેટલો સમય સુધી ચાલી શકે? અર્થાત્ બહુ લાંબા સમય સુધી તે ચાલી શકતી
નથી, પણ તેના દ્વારા મારીને ખવાઈ જાય છે. ૩૬.
(मालिनी)
इह वरमनुभूतं भूरि दारिद्य्रदुःखं
वरमतिविकराले कालवक्त्रे प्रवेशः ।
भवतु वरमितो ऽपि क्लेशजालं विशालं
न च खलजनयोगाज्जीवितं वा धनं वा ।।३७।।
અનુવાદ : સંસારમાં ગરીબાઈના ભારે દુઃખનો અનુભવ કરવો ક્યાંય સારો
છે, એવી જ રીતે અત્યંત ભયાનક મૃત્યુના મુખમાં પ્રવેશ કરવો પણ ક્યાંય સારો
છો, એ જો અહીં બીજા પણ અતિશય કષ્ટ પ્રાપ્ત થાય છે તો તે પણ ભલે થાવ;
પરંતુ દુષ્ટોના સંબંધથી જીવન અથવા ધન ચાહવું શ્રેષ્ઠ નથી. ૩૭.
(शार्दूलविक्रीडित)
आचारो दशधर्मसंयमतपोमूलोत्तराख्या गुणाः
मिथ्यामोहमदोज्झनं शमदमध्यानाप्रमादस्थितिः ।
वैराग्यं समयोपबृंमहणगुणा रत्नत्रयं निर्मलं
पर्यन्ते च समाधिरक्षयपदानन्दाय धर्मो यतेः ।।३८।।
૨૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ