Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 39-40 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 25 of 378
PDF/HTML Page 51 of 404

 

background image
અનુવાદ : જ્ઞાનાચારાદિ સ્વરૂપ પાંચ પ્રકારના આચાર; ઉત્તમ ક્ષમાદિરૂપ
દસ પ્રકારના ધર્મ; સંયમ, તપ તથા મૂળગુણ અને ઉત્તરગુણ; મિથ્યાત્વ, મોહ અને
મદનો પરિત્યાગ; કષાયોનું શમન, ઇન્દ્રિયોનું દમન, ધ્યાન, પ્રમાદ રહિત અવસ્થાન,
સંસાર, શરીર અને ઇન્દ્રિયવિષયોથી વિરક્તિ; ધર્મને વધારનાર અનેક ગુણ, નિર્મળ
રત્નત્રય, તથા અંતે સમાધિમરણ; આ બધા મુનિના ધર્મો છે જે અવિનશ્વર મોક્ષપદના
આનંદ (અવ્યાબાધ સુખ)નું કારણ છે. ૩૮.
(शार्दूलविक्रीडित)
स्वं शुद्धं प्रविहाय चिद्गुणमयं भ्रान्त्याणुमात्रे ऽपि यत्
संबन्धाय मतिः परे भवति तद्बन्धाय मूढात्मनः
तस्मात्त्याज्यमशेषमेव महतामेतच्छरीरादिकं
तत्कालादिविनादियुक्ति त इदं तत्त्यागकर्म व्रतम्
।।३९।।
અનુવાદ : ચૈતન્ય ગુણસ્વરૂપ શુદ્ધ આત્માને છોડીને ભ્રાંતિથી જે અજ્ઞાની
જીવની બુદ્ધિ પરમાણુ પ્રમાણ પણ બાહ્ય વસ્તુવિષયક સંયોગ માટે હોય છે તે તેના
કર્મબંધનું કારણ થાય છે. તેથી મહાન પુરુષોએ આ શરીર આદિ સર્વનો ત્યાગ કાળાદિ
વિના પ્રથમ યુક્તિએ કરવો જોઈએ. આ ત્યાગકર્મ વ્રત છે.
વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે શરીર આદિ જે કોઈ બાહ્ય પદાર્થ છે તેમાં
મમત્વબુદ્ધિ રાખીને તેમના સંયોગ આદિ માટે જે કાંઈ પણ પ્રયત્ન કરવામાં આવે છે તેનાથી કર્મનો
બંધ થાય છે અને પછી આનાથી જીવ પરાધીનતાને પ્રાપ્ત થાય છે. આનાથી વિપરીત શુદ્ધ ચૈતન્ય
સ્વરૂપને ઉપાદેય સમજીને તેમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તેનાથી
કર્મબંધનો અભાવ થઈને જીવને સ્વાધીનતા પ્રાપ્ત થાય છે. તેથી અહીં એ ઉપદેશ આપવામાં આવ્યો
છે કે જ્યાં સુધી ઉપર્યુક્ત શરીર આદિ રત્નત્રયની પરિપૂર્ણતામાં સહાય કરે છે ત્યાં સુધી જ
મમત્વબુદ્ધિ છોડીને શુદ્ધ આહાર આદિ દ્વારા તેમનું રક્ષણ કરવું જોઈએ. પરંતુ જ્યારે તે અસાધ્ય
રોગાદિના કારણે ઉક્ત રત્નત્રયની પૂર્ણતામાં બાધક બની જાય છે ત્યારે તેના નાશ થવાના કાળ
આદિની અપેક્ષા ન કરતાં ધર્મની રક્ષા કરતાં સંલ્લેખના વિધિથી તેમનો ત્યાગ કરી દેવો જોઈએ.
એ જ ત્યાગકર્મની વિશેષતા છે. ૩૯.
(शार्दूलविक्रीडित)
मुक्त्वा मूलगुणान् यतेर्विदधतः शेषेषु यत्नं परं
दण्डो मूलहरो भवत्यविरतं पूजादिकं वाञ्छतः
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૨૫