Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 43-44 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 27 of 378
PDF/HTML Page 53 of 404

 

background image
અનુવાદ : મુનિઓ કોડી માત્ર પણ ધનનો સંગ્રહ કરતા નથી, કે જેથી મુંડન
કાર્ય કરાવી શકાય; અથવા ઉક્ત મુંડન કાર્ય સિદ્ધ કરવા માટે તેઓ અસ્તરો, કાતર
વગેરે ઓજારનો પણ આશ્રય લેતા નથી કેમ કે તેનાથી ચિત્તમાં ક્ષોભ ઉત્પન્ન થાય
છે. તેથી તેઓ જટા ધારણ કરી લેતા હોય એ પણ શક્ય નથી કેમકે એ અવસ્થામાં
તેમાં ઉત્પન્ન થનાર જૂ આદિ જંતુઓની હિંસા ટાળી શકાતી નથી. તેથી અયાચકવૃત્તિ
ધારણ કરનાર સાધુઓ વૈરાગ્ય આદિ ગુણ વધારવા માટે વાળનો લોચ કરે છે. ૪૨.
(शार्दूलविक्रीडित)
यावन्मे स्थितिभोजने ऽस्ति द्रढता पाण्योश्च संयोजने
भुञ्जे तावदहं रहाम्यथ विधावेषा प्रतिज्ञा यतेः
काये ऽप्यस्पृहचेतसो ऽन्त्यविधिषु प्रोल्लासिनः सन्मतेः
न ह्येतेन दिवि स्थितिर्न नरके संपद्यते तद्विना
।।४३।।
અનુવાદ : જ્યાં સુધી મારામાં ઊભા રહીને ભોજન કરવાની દ્રઢતા છે તથા બન્ને
હાથ જોડવાની પણ દ્રઢતા છે ત્યાં સુધી હું ભોજન કરીશ, નહિ તો ભોજનનો પરિત્યાગ
કરીને ભોજન વિના જ રહીશ; આ રીતે જે યતિ પ્રતિજ્ઞાપૂર્વક પોતાના નિયમમાં દ્રઢ રહે
છે તેનું ચિત્ત શરીરમાં નિઃસ્પૃહ થઈ જાય છે. તેથી તે સદ્બુદ્ધિમાન સાધુ સમાધિમરણના
નિયમોમાં આનંદનો અનુભવ કરે છે. આ રીતે મરીને તે સ્વર્ગમાં સ્થિત થાય છે તથા
આનાથી વિપરીત આચરણ કરનાર બીજા સાધુ નરકમાં સ્થિત થાય છે. ૪૩.
(शार्दूलविक्रीडित)
एकस्यापि ममत्वमात्मवपुषः स्यात्संसृतेः कारणं
का बाह्यार्थकथा प्रथीयसि तपस्याराध्यमाने ऽपि च
तद्वास्यां हरिचन्दने ऽपि च समः संश्लिष्टतो ऽप्यङ्गतो
भिन्नं स्वं स्वयमेकमात्मनि धृतं पश्यत्यजस्रं मुनिः
।।४४।।
અનુવાદ : મહાન તપનું આરાધન કરવા છતાં પણ જો એક માત્ર પોતાના
શરીરમાં જ રહેવાવાળો મમત્વભાવ સંસારનું કારણ થાય છે તો ભલા પ્રત્યક્ષ જુદા
દેખાતા અન્ય બાહ્ય પદાર્થોના વિષયમાં શું કહેવું? અર્થાત્ તેમના મોહથી તો સંસાર
પરિભ્રમણ થશે જ. તેથી મુનિઓ નિરંતર કુહાડી અને હરિત ચંદન એ બન્નેમાંય
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૨૭