અનુવાદ : જે મુનિઓને સમ્યગ્જ્ઞાનરૂપી છિદ્ર રહિત અને શીઘ્ર ગતિવાળું
જહાજ પ્રાપ્ત થયું છે, જેમણે વિપુલ તપસ્વરૂપ ઉત્તમ વાયુની પણ પ્રાપ્તિ કરી લીધી
છે તથા સ્નેહી ગુરુજનો જેમના સહાયક છે; એવા ઉદ્યમશી મહામુનિઓને આ સંસાર-
સમુદ્ર કેવડોક મોટો છે? અર્થાત્ તે તેમને તુચ્છ જ જણાય છે. તથા તેમને માટે તેનો
બીજો કિનારો કેટલો દૂર છે? અર્થાત્ કાંઈ પણ દૂર નથી.
વિશેષાર્થ : જેમ અનુભવી ચાલકોથી સંચાલિત, છિદ્રવિનાનું, શીઘ્રગામી અને અનુકૂળ
પવનવાળા જહાજમાં ગમન કરનાર મનુષ્યોને અત્યંત ગંભીર અને અપાર સમુદ્ર પણ તુચ્છ જ લાગે
છે તેવી જ રીતે મોક્ષમાર્ગમાં પ્રયત્નશીલ જે મહામુનિઓએ નિર્દોષ ઉત્કૃષ્ટ સમ્યગ્જ્ઞાન સાથે વિપુલ
તપ પણ પ્રાપ્ત કરી લીધુ છે તથા સ્નેહી ગુરુઓ જેમના માર્ગદર્શક છે તેમને માટે આ સંસાર-
સમુદ્રથી પાર થવું કાંઈ પણ કઠિન નથી. ૪૯.
(वसंततिलका)
अभ्यस्यतान्तरद्रशं किभु लोकभक्त्या
मोहं कृशीकुरुत किं वपुषा कृशेन ।
एतद्द्वयं यदि न किं बहुभिर्नियोगैः
क्लेशैश्च किं किमपरैः प्रचुरैस्तपोभिः ।।५०।।
અનુવાદ : હે મુનિઓ! સમ્યગ્જ્ઞાનરૂપ અભ્યંતર નેત્રનો અભ્યાસ કરો, તમારે
લોકભક્તિનું કાંઈ પણ પ્રયોજન નથી. તે સિવાય તમે મોહને કૃશ કરો, કેવળ શરીરને
કૃશ કરવાથી કાંઈ પણ લાભ નથી. કારણ કે જો ઉક્ત બન્ને નહિ હોય તો પછી
તેમના વિના ઘણા યમ-નિયમોથી, કાયક્લેશોથી અને બીજા પ્રચુર તપોથી કાંઈ પણ
પ્રયોજન સિદ્ધ થઈ શકતું નથી. ૫૦.
(वंशस्थ)
जुगुप्सते संसृतिमत्र मायया
तितिक्षते प्राप्तपरीषहानपि ।
न चेन्मुनिद्रर्ष्टकषायनिग्रहा-
च्चिकित्सति स्वान्तमघप्रशान्तये ।।५१।।
અનુવાદ : જો મુનિ પાપની શાંતિ માટે દુષ્ટ કષાયોનો નિગ્રહ કરીને પોતાના
મનનો ઉપચાર કરતો નથી અર્થાત્ તેને નિર્મળ કરતો નથી તે એમ સમજવું જોઈએ
કે તે જે સંસારની ધૃ્રણા કરે છે અને પરિષહો પણ સહન કરે છે તે કેવળ માયાચારથી
૩૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ