અનુવાદ : ક્રોધાદિ કષાયોના નિમિત્તે જે બંધ થાય છે તે કદાચિત્ હોય છે
અર્થાત્ કોઈ વાર થાય છે અને કોઈ વાર નથી પણ થતો. પરંતુ પરિગ્રહના નિમિત્તે
જે બંધ થાય છે તે સદા કાળ થાય છે તેથી જે સાધુઓ પરિગ્રહરૂપી ગ્રહથી પીડાયેલા
છે તેમને ક્યાંય અને કદી પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. ૫૪.
(इन्द्रवज्रा)
मोक्षेऽपि मोहादभिलाषदोषो
विशेषतो मोक्षनिषेधकारी ।
यतस्ततो ऽध्यात्मरतो मुमुक्षु-
र्भवेत् किमन्यत्र कृताभिलाषः ।।५५।।
અનુવાદ : જ્યાં અજ્ઞાનથી મોક્ષના વિષયમાં પણ કરવામાં આવતી
અભિલાષા દોષરૂપ હોઈને વિશેષરૂપે મોક્ષની નિષેધક હોય છે તો શું પોતાના શુદ્ધ
આત્મામાં લીન થયેલ મોક્ષના અભિલાષી સાધુ સ્ત્રી-પુત્ર-મિત્રાદિ રૂપ અન્ય બાહ્ય
વસ્તુઓની અભિલાષા કરશે? અર્થાત્ કદી નહિ કરે. ૫૫.
(पृथ्वी)
परिग्रहवतां शिवं यदि तदानलः शीतलो
यदीन्द्रियसुखं सुखं तदिह कालकूटः सुधा ।
स्थिरा यदि तनुस्तदा स्थिरतरं तडिम्बरं
भवेऽत्र रमणीयता यदि तदिन्द्रजालेऽपि च ।।५६।।
અનુવાદ : જો પરિગ્રહયુક્ત જીવોનું કલ્યાણ થઈ શકતું હોય તો અગ્નિ પણ
શીતળ થઈ શકે, જો ઇન્દ્રિયજન્ય સુખ વાસ્તવિક સુખ હોઈ શકે તો તીવ્ર વિષ પણ
અમૃત બની શકે, જો શરીર સ્થિર રહી શકે તો આકાશમાં ઉત્પન્ન થનારી વીજળી
તેનાથી પણ અધિક સ્થિર થઈ શકે તથા આ સંસારમાં જો રમણીયતા હોઈ શકે તો
તે ઇન્દ્રજાળમાં પણ હોઈ શકે.
વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે જેમ અગ્નિનું શીતળ હોવું અસંભવ છે. તેવી
જ રીતે પરિગ્રહથી કલ્યાણ થવું પણ અસંભવ જ છે. એવી જ રીતે જેમ વિષ કદી અમૃત થઈ
શકતું નથી; આકાશમાં ચંચળ વિજળી કદી સ્થિર રહી શકતી નથી અને ઇન્દ્રજાળ કદી રમણીય
૩૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ