સમસ્ત પદાર્થોને દેખવામાં સમર્થ કરી દે છે તે ઉપાધ્યાય પરમેષ્ઠી અમારી રક્ષા કરો. ૬૧.
(शार्दूलविक्रीडित)
उन्मुच्यालयबन्धनादपि द्रढात्काये ऽपि वीतस्पृहा –
श्चित्ते मोहविकल्पजालमपि यद्दुर्भेद्यमन्तस्तमः ।
भेदायास्य हि साधयन्ति तदहो ज्योतिर्जितार्कप्रभं
ये सद्बोधमयं भवन्तु भवतां ते साधवः श्रेयसे ।।६२।।
અનુવાદ : જે મજબૂત ગૃહરૂપી બંધનથી છૂટીને પોતાના શરીરના વિષયમાં
પણ નિસ્પૃહ (મમત્વરહિત) થઈ ચુક્યા છે તથા જે મનમાં સ્થિત દુર્ભેદ્ય (મુશ્કેલીથી
નષ્ટ કરાય તેવું) મોહજનિત વિકલ્પ સમૂહરૂપી અભ્યંતર અંધકારને નષ્ટ કરવા માટે
સૂર્યના તેજને પણ જીતનાર એવી ઉત્તમ જ્ઞાનરૂપી જ્યોતિને સિદ્ધ કરવામાં તત્પર છે
તે સાધુઓ આપનું કલ્યાણ કરો. ૬૨.
(वसंततिलका)
वज्रे पतत्यपि भयद्रुतविश्वलोक-
मुक्ताध्वनि प्रशमिनो न चलन्ति योगात् ।
बोधप्रदीपहतमोहमहान्धकाराः
सम्यग्द्रशः किमुत शेषपरीषहेषु ।।६३।।
અનુવાદ : ભયથી શીઘ્રતાપૂર્વક ભાગનાર સમસ્ત જનસમૂહ દ્વારા જેનો માર્ગ
છોડી દેવામાં આવે છે એવું વજ્ર પડતાં પણ જે મુનિઓ સમાધિમાંથી વિચલિત થતા
નથી. તે જ્ઞાનરૂપી દીપક દ્વારા અજ્ઞાનરૂપી ઘોર અંધકારનો નાશ કરનાર સમ્યગ્દ્રષ્ટિ
મુનિઓ શું બાકીના પરીષહો આવતાં વિચલિત થઈ શકે? કદી નહિ. ૬૩.
(शार्दूलविक्रीडित)
प्रोद्यत्तिग्मकरोग्रतेजसि लसच्चण्डानिलोद्यद्दिशि
स्फारीभूतसुतप्तभूमिरजसि प्रक्षीणनद्यभ्भसि ।
ग्रीष्मे ये गुरुमेदिनीध्रशिरसि ज्योतिर्निधायोरसि
ध्वान्तध्वंसकरं वसन्ति मुनयस्ते सन्तु नः श्रेयसे ।।६४।।
અધિકાર – ૧ઃ ધર્મોપદેશામૃત ]૩૫