Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 65-66 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 36 of 378
PDF/HTML Page 62 of 404

 

background image
અનુવાદ : જે ગ્રીષ્મકાળ ઉગતા સૂર્યના કિરણોના તીક્ષ્ણ તેજથી સંયુક્ત હોય
છે, જેમાં તીક્ષ્ણ પવન (લૂ)થી દિશાઓ પરિપૂર્ણ થઈ જાય છે, જેમાં અત્યંત સંતપ્ત
થયેલી પૃથ્વીની ધૂળ અધિક પ્રમાણમાં ઉત્પન્ન થાય છે તથા જેમાં નદીઓનાં જળ
સુકાઈ જાય છે તે ગ્રીષ્મ કાળમાં જે મુનિઓ હૃદયમાં અજ્ઞાન અંધકારને નષ્ટ કરનાર
જ્ઞાનજ્યોતિને ધારણ કરીને મહાપર્વતના શિખર ઉપર નિવાસ કરે છે તે મુનિઓ
અમારું કલ્યાણ કરો. ૬૪.
(शार्दूलविक्रीडित)
ते वः पान्तु मुमुक्षवः कृतरवैरब्दैरतिश्यामलैः
शश्वद्वारिवमद्भिरब्धिविषयक्षारत्वदोषादिव
काले मज्जदिले पतद्वरिकुले धावद्धुनीसंकुले
झञ्झावातविसंस्थुले तरुतले तिष्ठन्ति ये साधवः
।।६५।।
અનુવાદ : જે વર્ષાકાળમાં ગર્જના કરતાં, અતિશય કાળા તથા સમુદ્રના ક્ષારત્વ
(ખારાશ)ના દોષથી જ જાણે હમેશાં પાણી વરસાવનારા એવા વાદળાઓ દ્વારા પૃથ્વી
જળમાં ડૂબવા લાગે છે, જેમાં પાણીના પ્રબળ પ્રવાહથી પર્વતોના સમૂહ પડવા લાગે
છે, જે વેગથી વહેતી નદીઓથી વ્યાપ્ત હોય છે તથા જે ઝંઝાવાતથી (જળમિશ્રિત
તીક્ષ્ણ વાયુથી) સંયુક્ત હોય છે. એવા તે વર્ષાકાળમાં જે મોક્ષની ઇચ્છાવાળા સાધુઓ
વૃક્ષની નીચે સ્થિત રહે છે તે અમારી રક્ષા કરો. ૬૫.
(शार्दूलविक्रीडित)
म्लायत्कोकनदे गलत्कपिमदे भ्रश्यद् द्रुमौघच्छदे
हर्षद्रोमदरिद्रके हिमऋतावत्यन्तदुःखप्रदे
ये तिष्ठन्ति चतुष्पथे पृथुतपःसौधस्थिताः साधवः
ध्यानोष्मप्रहतोग्रंशैत्यविधुरास्ते मे विदध्युः श्रियम्
।।६६।।
અનુવાદ : જે ૠતુમાં કમળ કરમાવા લાગે છે, વાંદરાનું અભિમાન નાશ પામે
છે, વૃક્ષો ઉપરથી પાંદડા નાશ પામે છે તથા ઠંડીથી ગરીબોના રુંવાટા કંપી ઉઠે છે; તે
અત્યંત દુઃખ આપનારી શિયાળાની ૠતુમાં વિશાળ તપરૂપી મહેલમાં સ્થિત અને
ધ્યાનરૂપી ઉષ્ણતાથી નષ્ટ કરવામાં આવેલ તીક્ષ્ણ ઠંડીથી રહિત જે સાધુ ચોકમાં સ્થિત
રહે છે તે સાધુઓ મને લક્ષ્મી આપો. ૬૬.
૩૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ