Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 67-68 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 37 of 378
PDF/HTML Page 63 of 404

 

background image
(वसंततिलका)
कालत्रये बहिरवस्थितिजातवर्षा-
शीतातपप्रमुखसंघटितोग्रदुःखे
आत्मप्रबोधविकले सकलो ऽपि काय-
क्लेशो वृथा वृतिरिवोज्झितशालिवप्रे
।।६७।।
અનુવાદ : જે સાધુ ત્રણે ૠતુઓમાં ઘર છોડીને બહાર રહેવાથી ઉત્પન્ન
થયેલ વર્ષા, ઠંડી અને ગરમી આદિનું તીવ્ર દુઃખ સહન કરે છે તે જો તે ત્રણ
ૠતુઓમાં અધ્યાત્મજ્ઞાનથી રહિત હોય છે તો તેમનો આ બધો ય કાયક્લેશ એવો
જ નિષ્ફળ છે જેવું અનાજના છોડ વિનાના ખેતરમાં વાંસ અને કાંટા આદિથી વાડનું
રચવું નિષ્ફળ છે. ૬૭.
(शार्दूलविक्रीडित)
संप्रत्यस्ति न केवली किल कलौ त्रैलोक्यचूडामणिः
तद्वाचः परमासते ऽत्र भरतक्षेत्रे जगद्द्योतिकाः
सद्रत्नत्रयधारिणो यतिवरास्तासां समालम्बनं
तत्पूजा जिनवाचि पूजनमतः साक्षाज्जिनः पूजितः
।।६८।।
અનુવાદ : અત્યારે આ કળિકાળ (પંચમકાળ)માં ભરતક્ષેત્રમાં જો કે ત્રણે
લોકમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠભૂત કેવળી ભગવાન વિરાજમાન નથી છતાં પણ લોકને પ્રકાશિત
કરનાર તેમના વચન તો અહીં વિદ્યમાન છે જ અને તે વચનોના આશ્રયરૂપ
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ ઉત્તમ રત્નત્રયના ધારક શ્રેષ્ઠ મુનિરાજ
છે, તેથી ઉક્ત મુનિઓની પૂજા વાસ્તવમાં જિનવચનોની જ પૂજા છે અને એનાથી
પ્રત્યક્ષમાં જિન ભગવાનની જ પૂજા કરવામાં આવી છે એમ સમજવું જોઈએ.
વિશેષાર્થ : આ પંચમ કાળમાં ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં સાક્ષાત્ કેવળી
વિદ્યમાન હોતા નથી છતાં પણ જીવોના અજ્ઞાન અંધકારને હરનાર તેમના વચનો
(જિનાગમ) પરંપરાથી પ્રાપ્ત છે જ. તે વચનોના જ્ઞાતા શ્રેષ્ઠ મુનિઓ જ છે તેથી તેઓ
પૂજનીય છે. આ રીતે કરવામાં આવેલી ઉક્ત મુનિઓની પૂજાથી જિનાગમની પૂજા અને
એનાથી સાક્ષાત્ જિન ભગવાનની જ પૂજા કરાઈ છે એમ સમજવું જોઈએ. ૬૮.
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૩૭