વનની મધ્યમાં જઈને સમસ્ત પરિગ્રહથી રહિત થયા થકા સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન
અને સમ્યક્ચારિત્રમાં સ્થિત થઈ જાય છે; વચનઅગોચર એવા ઉત્તમોત્તમ ગુણોના
આશ્રયભૂત તે મુનિઓની સ્તુતિ કરવામાં ક્યો સ્તુતિકાર સમર્થ છે? કોઈ પણ નહિ.
જે મનુષ્યો ઉક્ત મુનિઓના બન્ને ચરણોમાં અનુરાગ કરે છે તે અહીં પૃથ્વી ઉપર
મહાપુરુષો દ્વારા સ્તુતિ કરવાને યોગ્ય છે. ૭૧.
एतन्मुक्ति पथस्रयं च परमो धर्मो भवच्छेदकः
સ્વ અને પર પદાર્થ બન્નેની ન્યૂનતા, બાધા અને સંદેહ રહિત થઈને જે જાણે છે
તેને જ્ઞાન કહેવામાં આવે છે. યોગિઓના પ્રમાદથી થતા કર્માસ્રવથી રહિત થઈ જવાનું
નામ ચારિત્ર છે. આ ત્રણે મોક્ષના માર્ગ છે. આ જ ત્રણેને ઉત્તમ ધર્મ કહેવામાં આવે
છે જે સંસારનો વિનાશક થાય છે. ૭૨.
ઉત્પન્ન થયેલી સમ્યગ્જ્ઞાનરૂપી શાખાઓ અને મનોહર સમ્યક્ચારિત્રરૂપી પુષ્પોથી
સંપન્ન થતું થકું વૃક્ષરૂપે પરિણમે છે, જે ભવ્યજીવને તરત જ મોક્ષરૂપી ફળ આપીને
પ્રસન્ન કરે છે. ૭૩.