(मालिनी)
द्रगवगमचरित्रालंकृतः सिद्धिपात्रं
लघुरपि न गुरुः स्यादन्यथात्वे कदाचित् ।
स्फु टमवगतमार्गो याति मन्दोऽपि गच्छ –
न्नभिमतपदमन्यो नैव तूर्णो ऽपि जन्तुः ।।७४।।
અનુવાદ : સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રથી વિભૂષિત પુરુષ
જો તપ આદિ અન્ય ગુણોમાં મંદ પણ હોય તોય તે સિદ્ધિને પાત્ર છે અર્થાત્
તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પણ એનાથી વિપરીત જો રત્નત્રય રહિત પુરુષ અન્ય
ગુણોમાં મહાન્ પણ હોય તોય તે કદી યે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી. યોગ્ય
જ છે – સ્પષ્ટ રીતે માર્ગથી પરિચિત મનુષ્ય જો ચાલવામાં મંદ પણ હોય તોય
તે ધીરે ધીરે ચાલીને ઇચ્છિત સ્થાને પહોંચી જાય છે. પણ એનાથી વિપરીત
જે અન્ય મનુષ્ય માર્ગથી અજાણ છે તે ચાલવામાં ખૂબ ઝડપી હોય તો પણ
ઇચ્છિત સ્થાને પહોંચી શકતો નથી. ૭૪.
(मालिनी)
वनशिखिनि मृतो ऽन्धः संचरन् बाढमङ्ध्रि-
द्वितयविकलमूर्तिवीक्षमाणो ऽपि खञ्जः ।
अपि सनयनपादो ऽश्रद्दधानश्च तस्माद-
द्दगवगमचरित्रैः संयुतैरेव सिद्धिः ।।७५।।
અનુવાદ : દાવાનળથી સળગતા વનમાં શીઘ્ર ગમન કરનાર અંધ મનુષ્ય મરી
જાય છે, તેવી જ રીતે બન્ને પગ વિનાનો લંગડો માણસ દાવાનળને જોતો હોવા છતાં
પણ ચાલવામાં અસમર્થ હોવાથી બળીને મરી જાય છે. અગ્નિનો વિશ્વાસ ન કરનાર
મનુષ્ય નેત્ર અને પગ સંયુક્ત હોવા છતાં પણ ઉક્ત દાવાનળમાં ભસ્મ થઈ જાય
છે. તેથી જ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણેની એકતાને પ્રાપ્ત
થતાં જ તેમનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એમ નક્કી સમજવું જોઈએ.
વિશેષાર્થ : જેવી રીતે ઉક્ત ત્રણે મનુષ્યોમાં એક જણ તો આંખોથી અગ્નિ દેખીને અને
૪૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ