અગ્નિનું જ્ઞાન ન હોવાથી મૃત્યુ પામે છે, તથા ત્રીજો (લંગડો) માણસ અગ્નિનો વિશ્વાસ કરીને
અને તેને જાણીને પણ ચાલવામાં અસમર્થ હોવાથી જ મૃત્યુના મુખમાં પ્રવેશે છે. તેવી જ રીતે જ્ઞાન
અને ચારિત્રરહિત જે પ્રાણી તત્ત્વાર્થનું કેવળ શ્રદ્ધાન કરે છે, શ્રદ્ધાન અને ચારિત્રથી રહિત જેને એક
માત્ર તત્ત્વાર્થનું પરિજ્ઞાન જ છે અથવા શ્રદ્ધા અને જ્ઞાન રહિત જે જીવ કેવળ ચારિત્રનું જ પરિપાલન
કરે છે; એ ત્રણમાંથી કોઈને પણ મોક્ષ પ્રાપ્ત થઈ શકતો નથી. તે તો આ ત્રણેની એકતામાં જ
પ્રાપ્ત થઈ શકે છે. ૭૫.
તેથી પાપરૂપ અંધકારને નષ્ટ કરનાર સમ્યગ્દર્શનાદિરૂપ અમૂલ્ય ત્રણેય સુંદર રત્નોથી
પોતાના આત્માને વિભૂષિત કરવો જોઈએ. ૭૬.
सकलमलविमुक्तं दर्शनं यद्विना स्यात्
भवति मनुजजन्म प्राप्तमप्रातमेव
દોષરહિત સમ્યગ્દર્શન જયવંત વર્તે છે. ઉક્ત સમ્યગ્દર્શન વિના પ્રાપ્ત થયેલો મનુષ્ય
જન્મ પણ નહિ પ્રાપ્ત થવા બરાબર જ રહે છે. [કારણ કે મનુષ્ય જન્મની સફળતા
સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં જ હોઈ શકે છે, પણ તેને તો પ્રાપ્ત કર્યું નથી.] ૭૭.