Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 81-82 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 43 of 378
PDF/HTML Page 69 of 404

 

background image
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૪૩
(स्रग्धरा)
द्रष्टिर्निर्णीतिरात्माह्वयविशदमहस्यत्र बोधः प्रबोधः
शुद्धं चारित्रमत्र स्थितिरिति युगपद्बन्धविध्वंसकारि
बाह्यं बाह्यार्थमेव त्रितयमपि परं स्याच्छुभो वाशुभो वा
बन्धः संसारमेवं श्रुतनिपुणधियः साधवस्तं वदन्ति
।।८१।।
અનુવાદ : આત્મા નામના નિર્મળ તેજનો નિર્ણય કરવો અર્થાત્ પોતાના શુદ્ધ
આત્મરૂપમાં રુચિ ઉત્પન્ન થવાનું નામ સમ્યગ્દર્શન છે. તે જ આત્મસ્વરૂપના જ્ઞાનને
સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે. તે જ આત્મસ્વરૂપમાં લીન થવાને સમ્યક્ચારિત્ર કહે
છે. આ ત્રણે એક સાથે ઉત્પન્ન થઈને બંધનો વિનાશ કરે છે. બાહ્ય રત્નત્રય કેવળ
બાહ્ય પદાર્થો (જીવાજીવાદિ)ને જ વિષય કરે છે અને તેનાથી શુભ અથવા અશુભ
કર્મનો બંધ થાય છે જે સંસાર પરિભ્રમણનું જ કારણ છે. આ રીતે આગમના જાણકાર
સાધુઓ નિરૂપણ કરે છે.
વિશેષાર્થ : સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણેમાંથી પ્રત્યેક વ્યવહાર
અને નિશ્ચયના ભેદથી બબ્બે પ્રકારના છે. એમાં જીવાદિક સાત તત્ત્વોના યથાર્થ સ્વરૂપનું શ્રદ્ધાન કરવું
તે વ્યવહાર સમ્યગ્દર્શન કહેવાય છે. તેમના સ્વરૂપને જાણવાનું નામ વ્યવહાર સમ્યગ્જ્ઞાન છે. અશુભ
ક્રિયાઓનો પરિત્યાગ કરીને શુભ ક્રિયાઓમાં પ્રવૃત્ત થવાને વ્યવહાર સમ્યક્ચારિત્ર કહેવાય છે.
દેહાદિથી ભિન્ન આત્મામાં રુચિ થવાનું નામ નિશ્ચય સમ્યગ્દર્શન છે. તે જ દેહાદિથી ભિન્ન આત્માના
સ્વરૂપના અવબોધને નિશ્ચય સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે. આત્મસ્વરૂપમાં લીન રહેવાને નિશ્ચય
સમ્યક્ચારિત્ર કહે છે. એમાં વ્યવહાર રત્નત્રય શુભ અને અશુભ કર્મોના બંધનું કારણ હોવાથી સ્વર્ગાદિ
અભ્યુદયનું નિમિત્ત થાય છે. પરંતુ નિશ્ચય રત્નત્રય શુભ અને અશુભ બન્ને પ્રકારના કર્મોના બંધને
નષ્ટ કરીને મોક્ષસુખનું કારણ થાય છે. ૮૧.
(मालिनी)
जडजनकृतबाधाक्रोशहासाप्रियादा
वपि सति न विकारं यन्मनो याति साधोः
अमलविपुलवित्ते रुत्तमा सा क्षमादौ
शिवपथपथिकानां सत्सहायत्वमेति
।।८२।।
અનુવાદ : આ રીતે રત્નત્રયના સ્વરૂપનું નિરૂપણ થયું. અજ્ઞાની જનો દ્વારા