૪૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
શારીરિક બાધા, અપશબ્દોનો પ્રયોગ, હાસ્ય અને બીજા પણ અપ્રિય કાર્ય કરવા છતાં
જે નિર્મળ અને વિપુલ જ્ઞાનના ધારક સાધુનું મન ક્રોધાદિ વિકારને પ્રાપ્ત થતું નથી
તેને ઉત્તમ ક્ષમા કહે છે. તે મોક્ષમાર્ગમાં ચાલનાર પથિક જનોને સર્વ પ્રથમ સહાયક
થાય છે. ૮૨.
(वसंततिलका)
श्रामण्यपुण्यतरुरुच्चगुणौघशाखा –
पत्रप्रसूननिचितो ऽपि फलान्यदत्त्वा ।
याति क्षयं क्षणत एव घनोग्रकोप –
दावानलात् त्यजत तं यतयो ऽतिदूरम् ।।८३।।
અનુવાદ : મુનિધર્મરૂપી પવિત્ર વૃક્ષ ઉન્નત ગુણોના સમૂહરૂપ ડાળીઓ, પાંદડા
અને ફૂલોથી પરિપૂર્ણ થયું થકું પણ ફળો ન આપતાં અતિશય તીવ્ર ક્રોધરૂપી
દાવાગ્નિથી ક્ષણમાત્રમાં જ નાશ પામી જાય છે. તેથી હે મુનિજનો, આપ તે ક્રોધને
દૂરથી જ છોડી દ્યો. ૮૩.
(शार्दूलविक्रीडित)
तिष्ठामो वयमुज्ज्वलेन मनसा रागादिदोषोज्झिताः
लोकः किंचिदपि स्वकीयहृदये स्वेच्छाचरो मन्यताम् ।
साध्या शुद्धिरिहात्मनः शमवतामत्रापरेण द्विषा
मित्रेणापि किमु स्वचेष्टितफलं स्वार्थः स्वयं लप्स्यते ।।८४।।
અનુવાદ : અમે રાગાદિ દોષોથી રહિત થઈને વિશુદ્ધ મનથી સ્થિર થઈએ
છીએ. એને યથેચ્છ આચરણ કરનારા લોકો પોતાના હૃદયમાં ગમે તેમ માને. લોકમાં
શાન્તિના અભિલાષી મુનિઓએ પોતાની આત્મશુદ્ધિ સિદ્ધ કરવી જોઈએ. તેમને અહીં
બીજા શત્રુ અથવા મિત્રનું પણ શું પ્રયોજન છે? તે (શત્રુ કે મિત્ર) તો પોતાના કરેલા
કાર્ય અનુસાર સ્વયં જ ફળ પ્રાપ્ત કરશે. ૮૪.
(स्रग्धरा)
दोषानाघुष्य लोके मम भवतु सुखी दुर्जनश्चेद्धनार्थी
तत्सर्वस्वं गृहीत्वा रिपुरथ सहसा जीवितं स्थानमन्यः ।