અધિકાર – ૧ઃ ધર્મોપદેશામૃત ]૪૭
सर्वे तत्र यदासते ऽतिनिभृताः क्रोधादयस्तत्त्वत –
स्तत्पापं बत येन दुर्गतिपथे जीवश्चिरं भ्राम्यति ।।९०।।
અનુવાદ : અહીં લોકમાં એક વાર પણ કરવામાં આવેલો કપટ વ્યવહાર
જન્મથી માંડીને ભારે કષ્ટોથી ઉપાર્જિત મુનિના સમ (રાગ – દ્વેષની નિવૃત્તિ) આદિ
ગુણોનો અતિશય છાયાવિઘાત કરે છે, અર્થાત્ ઉક્ત માયાચારથી સમ આદિ ગુણોની
છાયા પણ બાકી રહેતી નથી – તે મૂળમાંથી નષ્ટ થઈ જાય છે, કારણ કે તે કપટપૂર્ણ
વ્યવહારમાં વાસ્તવમાં ક્રોધાદિ બધા જ દુર્ગુણ પરિપૂર્ણ થઈને રહે છે. ખેદ છે કે તે
કપટવ્યવહાર એવું પાપ છે કે જેના કારણે આ જીવ નરકાદિ દુર્ગતિઓના માર્ગમાં
ચિર કાળ સુધી પરિભ્રમણ કરે છે. ૯૦.
(आर्या)
स्वपरहितमेव मुनिभिर्मितममृतसमं सदैव सत्यं च ।
वक्त व्यं वचनमथ प्रविधेयं धीधनेर्मौनम् ।।९१।।
અનુવાદ : મુનિઓએ સદાય એવું સત્ય વચન બોલવું જોઈએ જે પોતાને
અને પરને પણ હિતકારી હોય, પરિમિત હોય, તથા અમૃત સમાન મધુર હોય જો
કદાચ આવું સત્ય વચન બોલવામાં બાધા જણાય તો એવી હાલતમાં બુદ્ધિરૂપ ધનને
ધારણ કરનાર તે મુનિઓએ મૌનનું જ અવલંબન લેવું જોઈએ. ૯૧.
(आर्या)
सति सन्ति व्रतान्येव सूनृते वचसि स्थिते ।
भवत्याराधिता सद्भिर्जगत्पूज्या च भारती ।।९२।।
અનુવાદ : સત્ય વચનની સ્થિતિ થતાં જ વ્રત થાય છે તેથી સજ્જન પુરુષ
જગત્ પૂજ્ય તે સત્ય વચનની આરાધના કરે છે. ૯૨.
(शार्दूलविक्रीडित)
आस्तामेतदमुत्र सूनृतवचाः कालेन यल्लप्स्यते
सद्भूपत्वसुरत्वसंसृतिसरित्पाराप्तिमुख्यं फलम् ।
यत्प्राप्नोति यशः शशाङ्कविशदं शिष्टेसु यन्मान्यतां
तत्साधुत्वमिहैव जन्मनि परं तत्केन संवर्ण्यते ।।९३।।