૪૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
અનુવાદ : સત્ય વચન બોલનાર પ્રાણી સમયાનુસાર પરલોકમાં ઉત્તમ રાજ્ય,
દેવ પર્યાય અને સંસારરૂપી નદીના પારની પ્રાપ્તિ અર્થાત્ મોક્ષપદરૂપ પ્રમુખ ફળ
પામશે એ તો દૂર રહો. પણ તે આ જ ભવમાં જે ચંદ્ર સમાન નિર્મળ યશ, સજ્જન
પુરુષોમાં પ્રતિષ્ઠા અને સાધુતા પ્રાપ્ત કરે છે; તેનું વર્ણન કોણ કરી શકે છે? અર્થાત્
કોઈ નહીં. ૯૩.
(आर्या)
यत्परदारार्थादिषु जन्तुषु निःस्पृहमहिंसकं चेतः ।
दुश्छेद्यान्तर्मलहृत्तदेव शौचं परं नान्यत् ।।९४।।
અનુવાદ : જે ચિત્ત પરસ્ત્રી અને પરધનની અભિલાષા ન કરતુ થકું ષટ્કાય
જીવોની હિંસાથી રહિત થઈ જાય છે, તેને જ દુર્ભેદ્ય અભ્યંતર કલુષતાને દૂર કરનાર ઉત્તમ
શૌચધર્મ કહેવામાં આવે છે. એનાથી ભિન્ન બીજો કોઈ શૌચ ધર્મ હોઈ શકતો નથી. ૯૪.
(शार्दूलविक्रीडित)
गङ्गासागरपुष्करादिषु सदा तीर्थेषु सर्वेष्वपि
स्नातस्यापि न जायते तनुभृतः प्रायो विशुद्धिः परा ।
मिथ्यात्वादिमलीमसं यदि मनो बाह्ये ऽतिशुद्धोदकै-
र्धौतः किं बहुशो ऽपि शुद्घयति सुरापूरप्रपूर्णो घटः ।।९५।।
અનુવાદ : જો પ્રાણીનું મન મિથ્યાત્વ આદિ દોષોથી મલિન થઈ રહ્યું હોય
તો ગંગા, સમુદ્ર અને પુષ્કર આદિ બધા તીર્થોમાં સદા સ્નાન કરવા છતાં પણ ઘણું
કરીને તે અતિશય વિશુદ્ધ થઈ શકતું નથી. તે યોગ્ય જ છે – મદ્યના પ્રવાહથી પરિપૂર્ણ
ઘટ જો બહારથી અતિશય વિશુદ્ધ પાણીથી અનેકવાર ધોવામાં આવે તો પણ શું તે
શુદ્ધ થઈ શકે છે? અર્થાત્ થઈ શકતો નથી.
વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે જો મન શુદ્ધ હોય તો સ્નાનાદિ વિના ય ઉત્તમ
શૌચ હોઈ શકે છે. પણ એનાથી વિપરીત જો મન અપવિત્ર હોય તો ગંગા આદિ અનેક તીર્થોમાં
વારંવાર સ્નાન કરવા છતાં પણ શૌચધર્મ કદી ય હોઈ શકતો નથી. ૯૫.
(आर्या)
जन्तुकृपार्दितमनसः समितिषु साधोः प्रवर्तमानस्य ।
प्राणेन्द्रियपरिहारं संयममाहुर्महामुनयः ।।९६।।