અધિકાર – ૧ઃ ધર્મોપદેશામૃત ]૪૯
અનુવાદ : જેમનું મન જીવોની અનુકંપાથી ભીંજાયેલું છે તથા જે ઇર્યાભાષા
આદિ પાંચ સમિતિઓમાં પ્રવર્તમાન છે એવા સાધુ દ્વારા જે છકાય જીવોની રક્ષા
અને પોતાની ઇન્દ્રિયોનું દમન કરવામાં આવે છે તેને ગણધરદેવ આદિ મહામુનિઓ
સંયમ કહે છે. ૯૬.
(शार्दूलविक्रीडित)
मानुष्यं किल दुर्लभं भवभृतस्तत्रापि जात्यादय-
स्तेष्वेवाप्तवचःश्रुतिः स्थितिरतस्तस्याश्च द्रग्बोधने ।
प्राप्ते ते अतिनिर्मले अपि परं स्यातां न येनोज्झिते
स्वर्मोक्षैकफलप्रदे स च कथं न श्लाघ्यते संयमः ।।९७।।
અનુવાદ : આ સંસારી પ્રાણીને મનુષ્ય ભવ પ્રાપ્ત થવો અત્યંત કઠણ છે, જો
મનુષ્યભવ પ્રાપ્ત પણ થઈ જાય તો તેમાં ય ઉત્તમ જાતિ આદિ મળવાં કઠણ છે, ઉત્તમ
જાતિ આદિ પ્રાપ્ત થાય તો જિનવાણીનું શ્રવણ દુર્લભ છે, જિનવાણીનું શ્રવણ મળવા
છતાં પણ લાંબુ આયુષ્ય મળવું દુર્લભ છે અને એનાથી પણ દુર્લભ સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન છે. જો અત્યંત નિર્મળ તે બન્ને પણ પ્રાપ્ત થઈ જાય તો જે સંયમ વિના
તે સ્વર્ગ અને મોક્ષરૂપ અદ્વિતીય ફળ આપી શકતા નથી એવો તે સંયમ કેમ પ્રશંસનીય
ન હોય? અર્થાત્ તે અવશ્યમેવ પ્રશંસાને યોગ્ય છે. ૯૭.
(आर्या)
कर्ममलविलयहेतोर्बोधद्रशा तप्यते तपः प्रोक्त म् ।
तद् द्वेधा द्वादशधा जन्माम्बुधियानपात्रमिदम् ।।९८।।
અનુવાદ : સમ્યગ્જ્ઞાનરૂપી નેત્રને ધારણ કરનાર સાધુ દ્વારા જે કર્મરૂપી મેલ
દૂર કરવા માટે તપવામાં આવે છે તેને તપ કહેલ છે. તે બાહ્ય અને અભ્યંતરના
ભેદથી બે પ્રકારનું તથા અનશનાદિ ભેદથી બાર પ્રકારનું છે. આ તપ જન્મરૂપી સમુદ્ર
પાર કરવાને માટે જહાજ સમાન છે.
વિશેષાર્થ : જે કર્મોનો ક્ષય કરવાના ઉદ્દેશથી તપવામાં આવે છે તેને તપ કહે છે. તે
બાહ્ય અને અભ્યંતરના ભેદથી બે પ્રકારનું છે. જે તપ બાહ્ય દ્રવ્યની અપેક્ષા રાખે છે તથા બીજા
દ્વારા પ્રત્યક્ષરૂપે દેખી શકાય છે તે બાહ્ય તપ કહેવાય છે. તેના નીચે પ્રમાણે છ ભેદ છે.