૫૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
૧. અનશન — સંયમ આદિની સિદ્ધિ માટે ચાર પ્રકારના (અન્ન, પેય, ખાદ્ય અને લેહ્ય)
આહારનો પરિત્યાગ કરવો. ૨. અવમૌદર્ય — બત્રીસ કોળિયા પ્રમાણ સ્વાભાવિક આહારમાંથી
એક-બે-ત્રણ આદિ કોળિયા ઓછા કરીને એક કોળિયા સુધી ગ્રહણ કરવો, ૩. વૃત્તિપરિસંખ્યાન —
ગૃહપ્રમાણ તથા દાતા અને ભોજન આદિનો નિયમ કરવો. ગૃહપ્રમાણ — જેમ કે આજે હું બે
ઘેર જ જઈશ. જો એમાં આહાર પ્રાપ્ત થશે તો લઈશ, નહિ તો (બે કરતાં વધારે ઘેર
જઈને) નહિ. એ જ રીતે દાતા આદિના વિષયમાં પણ સમજવું જોઈએ. ૪. રસપરિત્યાગ —
દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને મીઠું આ છ રસોમાંથી એક બે વગેરે રસોનો ત્યાગ કરવો
અથવા તીખા, કડવા, કષાયલા, ખાટા અને મધુર રસોમાંથી એક બે વગેરે રસોનો પરિત્યાગ
કરવો. ૫. વિવિક્ત શય્યાસન – જંતુઓની પીડાથી રહિત નિર્જન શૂન્ય ગૃહ આદિમાં શય્યા કે
આસન માંડવું (સૂવું કે બેસવું). ૬. કાયક્લેશ-તડકામાં, વૃક્ષના મૂળમાં અથવા ખુલ્લા મેદાનમાં
સ્થિત રહીને ધ્યાન કરવું.
જે તપ મનને નિયમમાં રાખે છે તેને અભ્યંતર તપ કહે છે. તેના પણ નીચે પ્રમાણે છ
ભેદ છે.
૧. પ્રાયશ્ચિત્ત — પ્રમાદથી ઉત્પન્ન થયેલા દોષો દૂર કરવા. ૨. વિનય – પૂજ્ય પુરુષોમાં
આદરભાવ રાખવો. ૩. વૈયાવૃત્ય – શરીરની ચેષ્ટાથી અથવા અન્ય દ્રવ્યથી રોગી અને વૃદ્ધ આદિ
સાધુઓની સેવા કરવી. ૪. સ્વાધ્યાય – આળસ છોડીને જ્ઞાનનો અભ્યાસ કરવો. તે વાચના, પૃચ્છના,
અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશના ભેદથી પાંચ પ્રકારે છે. — ૧. નિર્દોષ ગ્રન્થ, અર્થ અને બન્નેયનું
પ્રદાન કરવું તેને વાચના કહેવામાં આવે છે. ૨. સંશય દૂર કરવા માટે વિશિષ્ટ વિદ્વાનોને પૂછવું
તેને પૃચ્છના કહે છે. ૩. જાણેલા પદાર્થનો મનથી વિચાર કરવો તેનું નામ અનુપ્રેક્ષા છે. ૪. શુદ્ધ
ઉચ્ચારણ સાથે પાઠનું પરિશીલન કરવું તેનું નામ આમ્નાય છે. ૫. ધર્મકથા વગેરે અનુષ્ઠાનને
ધર્મોપદેશ કહેવામાં આવે છે. ૫. વ્યુત્સર્ગ – અહંકાર અને મમકારનો ત્યાગ કરવો. ૬. ધ્યાન – ચિત્તને
આમ તેમથી ખસેડીને કોઈ એક પદાર્થના ચિન્તનમાં લગાવવું. ૯૮.
(पृथ्वी)
कषायविषयोद्भटप्रचुरतस्करौघो हठात्
तपःसुभटताडितो विघटते यतो दुर्जयः ।
अतो हि निरुपद्रवश्चरति तेन धर्मश्रिया
यतिः समुपलक्षितः पथि विमुक्ति पुर्याः सुखम् ।।९९।।
અનુવાદ : જે ક્રોધાદિ કષાયો અને પંચેન્દ્રિય વિષયોરૂપ ઉદ્ભટ અને અનેક
ચોરોનો સમુદાય ઘણી મુશ્કેલીથી જીતી શકાય છે તે તપરૂપી સુભટ દ્વારા બળપૂર્વક