અધિકાર – ૧ઃ ધર્મોપદેશામૃત ]૬૧
न येनेदं जन्म प्रभवति सुनृत्वादिघटना
पुनः स्यान्न स्याद्वा किमपरवचोडम्बरशतैः ।।१२३।।
અનુવાદઃ — હે વિદ્વદ્જનો! ધન, મહેલ અને શરીર આદિના વિષયમાં
મમત્વબુદ્ધિ છોડીને શીઘ્રતાથી કાંઈ પણ પોતાનું એવું કાર્ય કરો કે જેથી આ જન્મ
ફરીથી પ્રાપ્ત ન કરવો પડે. બીજા સેંકડો વચનોના બાહ્ય ડોળથી તમારું કાંઈ પણ
ઇષ્ટ સિદ્ધ થવાનું નથી. આ જે તમને ઉત્તમ મનુષ્ય પર્યાય આદિ સ્વહિત સાધક
સામગ્રી પ્રાપ્ત થઈ છે તે ફરીથી પ્રાપ્ત થશે અથવા નહિ થાય એ કાંઈ નક્કી નથી.
અર્થાત્ તેનું ફરી પ્રાપ્ત થવું બહુ જ કઠણ છે. ૧૨૩.
(स्रग्धरा)
वाचस्तस्य प्रमाणं य इह जिनपतिः सर्वविद्वीतरागो
रागद्वेषादिदोषैरुपह्रतमनसो नेतरस्यानृतत्वात् ।
एतन्निश्चित्य चिते श्रयत बत बुधा विश्वतत्त्वोपलब्धौ
मुक्ते र्मूलं तमेकं भ्रमत किमु बहुष्वन्धवदुःपथेषु ।।१२४।।
અનુવાદ : અહીં જે જિનેન્દ્રદેવ સર્વજ્ઞ થયા થકા રાગ – દ્વેષરહિત છે તેનું વચન
પ્રમાણ (સત્ય) છે. એનાથી વિપરીત જેનું અંતઃકરણ રાગ-દ્વેષાદિથી દુષિત છે એવા અન્ય
કોઈનું વચન પ્રમાણ હોઈ શકતું નથી કારણ કે તે સત્યથી રહિત છે એવો મનમાં નિશ્ચય
કરીને હે બુદ્ધિમાન્ સજ્જનો! જે સર્વજ્ઞ થઈ જવાથી મુક્તિનું મૂળ કારણ છે તે જ એક
જિનેન્દ્રદેવનો તમે સમસ્ત તત્ત્વોના પરિજ્ઞાન માટે આશ્રય કરો, આંધળાની જેમ અનેક
કુમાર્ગોમાં પરિભ્રમણ કરવું યોગ્ય નથી. ૧૨૪.
(वसंततिलका)
यः कल्पयेत् किमपि सर्वविदोऽपि वाचि
संदिह्य तत्त्वमसमञ्जसमात्मबुद्धया ।
खे पत्रिणां विचरतां सुद्रशेक्षितानां
संख्यां प्रति प्रविदधाति स वादमन्धः ।।१२५।।
અનુવાદ : જે સર્વજ્ઞના પણ વચનમાં સંદેહ કરીને પોતાની બુદ્ધિથી તત્ત્વના
વિષયમાં અન્યથા કાંઈક કલ્પના કરે છે તે અજ્ઞાની પુરુષ નિર્મળ નેત્રોવાળા