૬૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
પુરુષદ્વારા જોવામાં આવેલ આકાશમાં વિહરતા પક્ષીઓની સંખ્યાની બાબતમાં
વિવાદ કરનાર આંધળા સમાન આચરણ કરે છે. ૧૨૫.
(इन्द्रवज्रा)
उक्तं जिनैर्द्वादशभेदभङ्गं श्रुतं, ततो बाह्यमनन्तभेदम् ।
तस्मिन्नुपादेयतया चिदात्मा, ततः परं हेयतयाभ्यधायि ।।१२६।।
અનુવાદ : જિનદેવે અંગશ્રુતના બાર તથા અંગ બાહ્યના અનંત ભેદ બતાવ્યા
છે. આ બન્નેય પ્રકારના શ્રુતમાં ચેતન આત્માને ગ્રાહ્યરૂપે અને તેનાથી ભિન્ન પર
પદાર્થોને હેયરૂપે બતાવેલ છે.
વિશેષાર્થ : મતિજ્ઞાનના નિમિત્તે જે જ્ઞાન થાય છે તેને શ્રુતજ્ઞાન કહે છે આ શ્રુતના
મૂળમાં બે ભેદ છે — અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. આમાં અંગપ્રવિષ્ટના નીચે પ્રમાણે બાર ભેદ
છે — ૧. આચારાંગ ૨. સૂત્રકૃતાંગ ૩. સ્થાનાંગ ૪. સમવાયાંગ ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિઅંગ
૬. જ્ઞાતૃધર્મકથાંગ ૭. ઉપાસકાધ્યયનાંગ ૮. અંતકૃતદશાંગ ૯. અનુત્તરૌપપાદિકદશાંગ
૧૦. પ્રશ્નવ્યાકરણાંગ ૧૧. વિપાકસૂત્રાંગ અને ૧૨. દ્રષ્ટિવાદાંગ આમાં દ્રષ્ટિવાદ પણ પાંચ
પ્રકારના છે — ૧. પરિકર્મ ૨. સૂત્ર ૩. પ્રથમાનુયોગ ૪. પૂર્વગત અને ૫. ચૂલિકા. આમાં
પૂર્વગતના પણ નીચે પ્રમાણે ચૌદ ભેદ છે — ૧. ઉત્પાદ પૂર્વ ૨. અગ્રાયણીપૂર્વ ૩. વીર્યાનુપ્રવાદ
૪. અસ્તિનાસ્તિપ્રવાદ ૫. જ્ઞાનપ્રવાદ ૬. સત્યપ્રવાદ ૭. આત્મપ્રવાદ ૮. કર્મપ્રવાદ
૯. પ્રત્યાખ્યાનનામધેય ૧૦. વિદ્યાનુપ્રવાદ ૧૧. કલ્યાણનામધેય ૧૨. પ્રાણાવાય ૧૩. ક્રિયાવિશાળ
અને ૧૪ લોકબિન્દુસાર. અંગબાહ્ય દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન આદિ ભેદથી અનેક પ્રકારના
છે. છતાં પણ તેના મુખ્યપણે નીચેના ચૌદ ભેદ બતાવ્યા છે — ૧. સામાયિક ૨. ચતુર્વિશતિસ્તવ
૩. વંદના ૪. પ્રતિક્રમણ ૫. વૈનયિક ૬. કૃતિકર્મ ૭. દશવૈકાલિક ૮. ઉત્તરાધ્યયન ૯. કલ્પ-
વ્યવહાર ૧૦. કલ્પ્યાકલ્પ્ય ૧૧. મહાકલ્પ્ય ૧૨. પુંડરીક ૧૩. મહાપુંડરીક અને ૧૪. નિષિદ્ધિકા
(વિશેષ જાણકારી માટે ષટ્ખંડાગમ – કૃતિઅનુયોગદ્વાર (પુ. ૯) પૃ. ૧૮૭ – ૨૨૪ જુઓ). આ
બધા જ શ્રુતમાં એક માત્ર આત્માને ઉપાદેય બતાવીને બીજા બધા પદાર્થોને હેય બતાવ્યા છે.
શ્રુતના અભ્યાસનું પ્રયોજન પણ એ જ છે, અન્યથા અગિયાર અંગ નવ પૂર્વોનો અભ્યાસ કરીને
પણ દ્રવ્યલિંગી મુનિ સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે. ૧૨૬.
(उपजाति)
अल्पायुषामल्पधियामिदानीं कुतः समस्तश्रुतपाठशक्ति : ।
तदत्र मुक्तिं प्रति बीजमात्रमभ्यस्यतामात्महितं प्रयत्नात् ।।१२७।।