અધિકાર – ૧ઃ ધર્મોપદેશામૃત ]૬૩
અનુવાદ : વર્તમાન કાળમાં મનુષ્યોનું આયુષ્ય અલ્પ અને બુદ્ધિ અતિશય
મંદ થઈ ગઈ છે તેથી તેમનામાં ઉપર્યુક્ત સમસ્ત શ્રુતના પાઠની શક્તિ રહી નથી.
આ કારણે તેમણે અહીં એટલા જ શ્રુતનો પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવો જોઈએ જે
મોક્ષનું બીજભૂત થઈને આત્માનું હિત કરનાર હોય. ૧૨૭.
(स्रग्धरा)
निश्चेतव्यो जिनेन्द्रस्तदतुलवचसां गोचरेऽर्थ परोक्षे
कार्यः सोऽपि प्रमाणं वदत किमपरेणालकोलाहलेन ।
सत्यां छद्मस्थतायामिह समयपथस्वानुभूतिप्रबुद्धा
भो भो भव्या यतध्वं द्रगवगमनिधावात्मनि प्रीतिभाजः ।।१२८।।
અનુવાદ : હે ભવ્ય જીવો! આપે જિનેન્દ્રદેવના વિષયમાં નિશ્ચય કરવો
જોઈએ અને તેમના અનુપમ વચનોના વિષયભૂત પરોક્ષ પદાર્થના વિષયમાં તેને
જ પ્રમાણ માનવા જોઈએ. બીજા વ્યર્થ કોલાહલથી શું પ્રયોજન સિદ્ધ થશે, એ
આપ જ બતાવો. તેથી છદ્મસ્થ (અલ્પજ્ઞ) અવસ્થા વિદ્યમાન હોવા છતાં સિદ્ધાંતના
માર્ગે પ્રાપ્ત થયેલ આત્માનુભવવડે પ્રબોધને પામીને આપ સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાનની નિધિસ્વરૂપ આત્માના વિષયમાં પ્રીતિયુક્ત થઈને પ્રયત્ન કરો – તેની
જ આરાધના કરો.
વિશેષાર્થ : અલ્પજ્ઞતાને કારણે આપણે જે પરોક્ષ પદાર્થોના વિષયમાં કાંઈ પણ નિશ્ચય
કરી શકતા નથી તેમના વિષયમાં આપણે જિનેન્દ્રદેવને કે જે રાગ-દ્વેષ રહિત હોઈને સર્વજ્ઞ પણ
છે, પ્રમાણ માનવા જોઈએ. જો કે વર્તમાનમાં તે અહી વિદ્યમાન નથી તોપણ પરંપરાપ્રાપ્ત તેમના
વચન (જિનાગમ) તો વિદ્યમાન છે જ. તેના દ્વારા પ્રબોધ પ્રાપ્ત કરીને ભવ્ય જીવ આત્મકલ્યાણ
કરવામાં પ્રયત્નશીલ થઈ શકે છે. ૧૨૮.
(आर्या)
तद्धयायत तात्पर्याज्ज्योतिः सच्चिन्मयं विना यस्मात् ।
सदपि न सत् सति यस्मिन् निश्चितमाभासते विश्वम् ।।१२९।।
અનુવાદ : ચૈતન્યમય તે ઉત્કૃષ્ટ જ્યોતિનું તત્પરતાથી ધ્યાન કરો, જેના વિના
વિદ્યમાન વિશ્વ પણ અવિદ્યમાન સમાન પ્રતિભાસે છે તથા જે ઉપસ્થિત હોતાં તે વિશ્વ
નિશ્ચિતપણે યથાર્થસ્વરૂપે પ્રતિભાસે છે. ૧૨૯.