અધિકાર – ૧ઃ ધર્મોપદેશામૃત ]૬૫
છે; તેમાં પડેલો તે અજ્ઞાની મનુષ્ય – જેનું શરીર પ્રત્યેક ગતિમાં (ડગલે પગલે) વારંવાર
ડૂબવા અને ઉપર આવવાના કારણે પિડાઈ રહ્યું છે તથા જે (સમુદ્રને) ઓળંગવાની
શક્તિરહિત છે – જ્ઞાનરૂપી જહાજને પ્રાપ્ત કર્યા વિના કેવી રીતે પારગામી થઈ શકે?
અર્થાત્ જ્યાં સુધી તેને જ્ઞાનરૂપી જહાજ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી તે કર્મરૂપી સમુદ્રનો
પાર કોઈ પણ રીતે પામી શકતો નથી. ૧૩૧.
(शार्दूलविक्रीडित)
शश्वन्मोहमहान्धकारकलिते त्रैलोक्यसद्मन्यसौ
जैनी वागमलप्रदीपकलिका न स्याद्यदि द्योतिका ।
भावानामुपलब्धिरेव न भवेत् सम्यक्त दिष्टेतर-
प्राप्तित्यागकृते पुनस्तनुभृतां दूरे मतिस्ताद्रशी ।।१३२।।
અનુવાદ : જે ત્રણે લોકરૂપ ભવન સર્વદા મોહરૂપ સઘન અંધકારથી વ્યાપ્ત
થઈ રહ્યું છે તેને પ્રકાશિત કરનાર જો જિનવાણી રૂપી નિર્મળ દીપકની જ્યોત ન
હોય તો પદાર્થોનું સારી રીતે જ્ઞાન જ થઈ શકતું નથી તો પછી એવી અવસ્થામાં
ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના પરિત્યાગ માટે પ્રાણીઓને તે પ્રકારની બુદ્ધિ કેવી રીતે
થઈ શકે? થઈ શકે નહિ. ૧૩૨.
(मन्दाक्रान्ता)
शान्ते कर्मण्युचितसकलक्षेत्रकालादिहेतौ
लब्धवा स्वास्थ्यं कथमपि लसद्योगमुद्रावशेषम् ।
आत्मा धर्मो यदयमसुखस्फीतसंसारगर्ता-
दुद्धृत्य स्वं सुखमयपदे धारयत्यात्मनैव ।।१३३।।
અનુવાદ : કર્મના ઉપશાન્ત થવા સાથે યોગ્ય સમસ્ત ક્ષેત્ર – કાળાદિરૂપ સામગ્રી
પ્રાપ્ત થઈ જતાં કેવળ ધ્યાનમુદ્રાથી સંયુક્ત સ્વાસ્થ્ય (આત્મસ્વરૂપસ્થતા) કોઈ પણ
પ્રકારે પ્રાપ્ત કરીને આ આત્મા દુઃખોથી પરિપૂર્ણ સંસારરૂપ ખાડામાંથી પોતાને કાઢીને
પોતાની જાતે જ સુખમય પદ અર્થાત્ મોક્ષમાં ધારણ કરે છે તેથી તે આત્મા જ ધર્મ
કહેવાય છે.
વિશેષાર્થ : ‘इष्टस्थाने धरति इति धर्मः’ આ વ્યાખ્યા પ્રમાણે જે જીવને સંસારના