૬૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
દુઃખમાંથી કાઢીને ઇષ્ટ પદ (મોક્ષ)માં પ્રાપ્ત કરાવે છે તેને ધર્મ કહેવામાં આવે છે. કર્મો ઉપશાન્ત
થવાથી પ્રાપ્ત થયેલી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપ સામગ્રી દ્વારા અનંતચતુષ્ટયરૂપ સ્વાસ્થ્યનો લાભ થાય
છે. આ અવસ્થામાં એક માત્ર ધ્યાનમુદ્રા જ બાકી રહે છે. બાકીના બધા સંકલ્પ-વિકલ્પ છૂટી જાય
છે. હવે આત્મા પોતાને પોતા દ્વારા જ સંસારરૂપ ખાડામાંથી કાઢીને મોક્ષમાં પહોંચાડી દે છે. તેથી
ઉપર્યુક્ત વ્યાખ્યા પ્રમાણે વાસ્તવમાં આત્માનું નામ જ ધર્મ છે – તે સિવાય બીજો કોઈ ધર્મ હોઈ
શકે નહિ. ૧૩૩.
(शार्दूलविक्रीडित)
नो शून्यो न जडो न भूतजनितो नो कर्तृभावं गतो
नैको न क्षणिको न विश्वविततो नित्यो न चैकान्ततः ।
आत्मा कायमितश्चिदेकनिलयः कर्ता च भोक्ता स्वयं
संयुक्तः स्थिरताविनाशजननैः प्रत्येकमेकक्षणे ।।१३४।।
અનુવાદ : આ આત્મા એકાન્તરૂપે ન તો શૂન્ય છે, ન જડ છે, ન પૃથ્વી
આદિ ભૂતોથી ઉત્પન્ન થયો છે, ન કર્તા છે, ન એક છે, ન ક્ષણિક છે, ન વિશ્વવ્યાપક
છે અને ન નિત્ય પણ છે. પરંતુ ચૈતન્ય ગુણના આશ્રયભૂત તે આત્મા પ્રાપ્ત થયેલ
શરીર પ્રમાણે થતો થકો સ્વયં જ કર્તા અને ભોક્તા પણ છે. તે આત્મા પ્રત્યેક ક્ષણે
સ્થિરતા (ધ્રૌવ્ય), વિનાશ (વ્યય) અને જનન (ઉત્પાદ)થી યુક્ત રહે છે.
વિશેષાર્થ : ભિન્ન ભિન્ન મતવાદીઓ દ્વારા આત્માના સ્વરૂપની જે વિવિધ પ્રકારે
કલ્પના કરવામાં આવી છે તેનું અહીં નિરાકરણ કરવામાં આવ્યું છે. જેમ કે — શૂન્યૈકાન્તવાદી
(માધ્યમિક) કેવળ આત્માને જ નહિ પણ સમસ્ત વિશ્વને ય શૂન્ય માને છે. તેમના મતનું
નિરાકરણ કરવા માટે અહીં ‘एकान्ततः नो शून्यः’ અર્થાત્ આત્મા સર્વથા શૂન્ય નથી, એમ કહેવામાં
આવ્યું છે. વૈશેષિક મુક્તિ અવસ્થામાં બુદ્ધિ આદિ નવ વિશેષ ગુણોનો ઉચ્છેદ માનીને તેને જડ
જેવો માને છે. સંસાર અવસ્થામાં પણ તેઓ તેને સ્વયં ચેતન નથી માનતા પણ ચેતન જ્ઞાનના
સમવાયથી તેને ચેતન સ્વીકારે છે. જે ઔપચારિક છે. આવી અવસ્થામાં તે સ્વરૂપથી જડ જ
કહેવાશે. તેમના આ અભિપ્રાયનું નિરાકરણ કરવા માટે અહીં ‘न जडः’ અર્થાત્ તે જડ નથી, એવો
નિર્દેશ કરવામાં આવ્યો છે. ચાર્વાક મતાનુયાયી આત્માને પૃથ્વી આદિ પાંચ ભૂતોથી ઉત્પન્ન થયેલો
માને છે. તેમના અભિપ્રાય પ્રમાણે તેનું અસ્તિત્વ ગર્ભથી મરણ પર્યન્ત જ રહે છે. – ગર્ભના પહેલાં
અને મરણ પછી તેનું અસ્તિત્વ રહેતું નથી. તેમના આ અભિપ્રાયને દોષવાળું બતાવીને અહીં
‘नभूतजनितः’ અર્થાત્ તે પાંચ ભૂતોથી ઉત્પન્ન થયો નથી, એમ કહેવામાં આવ્યું છે. નૈયાયિક
આત્માને સર્વથા કર્તા માને છે. તેમના અભિપ્રાયનું લક્ષ્ય કરીને અહીં ‘नो कर्मभावं गतः અર્થાત્ તે