અધિકાર – ૧ઃ ધર્મોપદેશામૃત ]૬૭
સર્વથા કર્તૃત્વ અવસ્થાને પ્રાપ્ત નથી, એમ કહેવામાં આવ્યું છે. પુરુષાદ્વૈતવાદી કેવળ પરંબ્રહ્મનો જ
સ્વીકાર કરીને તેના સિવાય સમસ્ત પદાર્થોનો નિષેધ કરે છે. લોકમાં જે વિવિધ પ્રકારના પદાર્થ
જોવામાં આવે છે તેનું કારણ અવિદ્યાજનિત સંસ્કાર છે. એમના ઉપર્યુક્ત મતનું નિરાકરણ કરતાં
અહીં
‘नैकः’ અર્થાત્ આત્મા એક જ નથી, એવો નિર્દેશ કરવામાં આવ્યો છે. બૌદ્ધ (સૌત્રાન્તિક)
તેને સર્વથા ક્ષણિક માને છે. તેમનો અભિપ્રાય સદોષ બતાવતાં અહીં ‘न क्षणिकः’ અર્થાત્ આત્મા
સર્વથા ક્ષણમાં નાશ પામનાર નથી, એમ કહ્યું છે. વૈશેષિક આદિ આત્માને વિશ્વવ્યાપક માને છે.
તેમના મતને દોષપૂર્ણ બતાવીને અહીં ‘न विश्वविततः’અર્થાત્ તે સમસ્ત લોકમાં વ્યાપ્ત નથી, એવો
નિર્દેશ કર્યો છે. સાંખ્યમતાનુયાયી આત્માને સર્વથા નિત્ય સ્વીકારે છે. તેમના આ અભિમતને દૂષિત
ઠરાવીને અહીં ‘न नित्यः’ અર્થાત્ તે સર્વથા નિત્ય નથી, એવો નિર્દેશ કરવામાં આવ્યો છે. અહીં
‘एकान्ततः’ આ પદનો સંબંધ સર્વત્ર સમજવો જોઈએ. જેમ કે – ‘एकान्ततः नो शून्यः, एकान्ततः न
: जडः’ ઇત્યાદિ. જૈનમતાનુસાર આત્માનું સ્વરૂપ કેવું છે, એનો નિર્દેશ કરતાં આગળ એમ બતાવ્યું
છે કે નયવિવક્ષા પ્રમાણે તે આત્મા પ્રાપ્ત શરીરની બરાબર અને ચેતન છે. તે વ્યવહારથી સ્વયં
કર્મોનો કર્તા અને તેમના ફળનો ભોક્તા પણ છે. પ્રકૃતિ કર્તા અને પુરુષ ભોક્તા છે, આ સાંખ્ય
સિદ્ધાંત અનુસાર કર્તા એક (પ્રકૃતિ) અને ફળનો ભોક્તા બીજો (પુરુષ) હોય; એમ સંભવતું નથી.
જીવાદિ છ દ્રવ્યોમાંથી પ્રત્યેક ક્ષણે ક્ષણે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી સંયુક્ત રહે છે. કોઈ પણ દ્રવ્ય
સર્વથા ક્ષણિક અથવા નિત્ય નથી. ૧૩૪.
(शार्दूलविक्रीडित)
क्वात्मा तिष्ठति कीद्रशः स कलितः केनात्र यस्येद्रशी
भ्रान्तिस्तत्र विकल्पसंभृतमना यः कोऽपि स ज्ञायताम् ।
किंचान्यस्य कुतो मतिः परमियं भ्रान्ताशुभात्कर्मणो
नित्वा नाशमुपायतस्तदखिलं जानाति ज्ञाता प्रभुः ।।१३५।।
અનુવાદ : આત્મા ક્યાં રહે છે, તે કેવો છે તથા અહીં કોણે તેને જાણ્યો
છે; આ જાતની ભ્રાન્તિ જેને થઈ રહી છે ત્યાં ઉપર્યુક્ત વિકલ્પોથી પરિપૂર્ણ ચિત્તવાળો
જે કોઈ પણ છે તેણે આત્મા જાણવો જોઈએ. કારણ કે આ પ્રકારની બુદ્ધિ અન્ય
(જડ)ને થઈ શકતી નથી. વિશેષતા કેવળ એટલી છે કે આત્માને ઉત્પન્ન થયેલો
ઉપર્યુક્ત વિચાર અશુભ કર્મના ઉદયથી ભ્રાંતિયુક્ત છે. આ ભ્રાન્તિનો પ્રયત્નપૂર્વક નાશ
કરીને જ્ઞાતા સમસ્ત વિશ્વને જાણે છે.
વિશેષાર્થ : આત્મા અતીન્દ્રિય છે. તેથી તેને અલ્પજ્ઞાની આ ચર્મચક્ષુઓથી જોઈ શકતા
નથી. અદ્રશ્ય હોવાથી જ અનેક પ્રાણીઓને ‘આત્મા ક્યાં રહે છે, કેવો છે અને કોના દ્વારા જોવામાં