Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 83 of 660
PDF/HTML Page 104 of 681

 

background image
પદ્મપુરાણસપ્તમ પર્વ ૮૩
થયા. કેટલાક સર્પ બનીને આખા શરીરે વીંટળાઈ વળ્‌યા. કેટલાક નાર બનીને મોઢું ફાડીને
ધસ્યા અને કેટલાકે તેમના કાનમાં એવી ગર્જના કરી કે જે સાંભળીને લોકો બહેરા થઈ
જાય. કેટલાક માયામયી ડાંસ બનીને એમના શરીરે કરડયા, માયમયી હાથી દેખાડયા,
ભયંકર પવન ચલાવ્યો, માયામયી દાવાનળ પ્રગટાવ્યો, આ પ્રમાણે અનેક ઉપદ્રવ ર્ક્યા તો
પણ એ ધ્યાનથી ડગ્યા નહિ. પછી દેવોએ માયામયી ભીલની સેના બનાવી. અંધકાર
સમાન કાળાં વિકરાળ આયુધો ધારણ કરી એવી માયા બતાવી કે પુષ્પાંતકનગર નાશ
પામ્યું છે અને મહાયુદ્ધમાં રત્નશ્રવાને કુટુંબ સહિત બંધાયેલો દેખાડયો, માતા કેકસીને
વિલાપ કરતી દેખાડી કે હે પુત્રો! આ ચાંડાલ ભીલોએ તમારા પિતા ઉપર મહાઉપદ્રવ
કર્યો છે, આ ચાંડાલો અમને મારે છે, પગમાં બેડી નાખી છે, માથાના વાળ ખેંચે છે. હે
પુત્રો! તમારી સામે થઈને આ મ્લેચ્છ ભીલ મને એમની પલ્લીમાં લઈ જાય છે. તમે
કહેતા હતા કે બધા વિદ્યાધરો ભેગા થઈને અમારી સાથે લડે તો પણ હું ન હારું તો આ
વાત તમે જૂઠી જ કહેતા હતાને? હવે તમારી સામે આ મ્લેચ્છ ચાંડાલ મને વાળ પકડીને
ખેંચીને લઈ જાય છે. તમે ત્રણેય ભાઈ આ મ્છેચ્છો સાથે લડવાને સમર્થ નથી, તમે કાયર
છો. હે દશગ્રીવ! વિભીષણ, તારાં વખાણ ખોટાં જ કરતો હતો. તું તો એક ગ્રીવા પણ
નથી, જે માતાની રક્ષા કરતો નથી, અને આ કુંભકર્ણ પણ અમારો પોકાર કાનથી
સાંભળતો નથી અને આ વિભીષણ કહેવરાવે છે તે નિરર્થક છે. એક ભીલ સાથે પણ
લડવાને તે સમર્થ નથી. આ મ્લેચ્છ તારી બહેન ચન્દ્રનખાને લઈ જાય છે તો પણ તમને
શરમ નથી આવતી? જે વિદ્યા સાધવાની છે તે તો માતાપિતાની સેવા માટે, તો પછી એ
વિદ્યા શું કામમાં આવશે? ઇત્યાદિ માયામયી ચેષ્ટા દેવોએ બતાવી તો પણ એ ધ્યાનમાંથી
ડગ્યા નહિ. ત્યારે દેવોએ એક ભયાનક માયા બતાવી અર્થાત્ રાવણની સમક્ષ રત્નશ્રવાનું
શિર કપાયેલું બતાવ્યું. રાવણની સમક્ષ ભાઈઓનાં પણ મસ્તક કપાયેલાં દેખાડયાં અને
ભાઈઓની સમક્ષ રાવણનું પણ શિર કપાયેલું દેખાડયું. તો પણ રાવણ સુમેરુ પર્વત
સમાન અતિનિશ્ચલ જ રહ્યો. જો આવું ધ્યાન મહામુનિ કરે તો આઠ કર્મને છેદી નાખે.
કુંભકર્ણ અને વિભીષણને થોડીક વ્યાકુળતા થઈ, પણ વિશેષ નહિ. તેથી રાવણને તો
અનેક સહસ્ત્રવિદ્યા પ્રાપ્ત થઈ. જેટલા મંત્ર જપવાના નિયમ ર્ક્યા હતા તે પૂર્ણ થયા
પહેલાં જ વિદ્યા સિદ્ધ થઈ. ધર્મના નિશ્ચયથી શું ન થાય? આવો દ્રઢ નિશ્ચય પણ
પૂર્વોપાર્જિત ઉજ્જવલ કર્મથી થાય છે. કર્મ જ સંસારનું મૂળકારણ છે. કર્માનુસાર આ જીવ
સુખદુઃખ ભોગવે છે. સમયે ઉત્તમ પાત્રોને વિધિપૂર્વક દાન આપવું અને દયાભાવથી સદા
સર્વને આપવું, અંત સમયે સમાધિમરણ કરવું, સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ કોઈ ઉત્તમ જીવને જ
થાય છે. કોઈને તો વિદ્યા દસ વર્ષમાં સિદ્ધ થાય છે અને કોઈને ક્ષણમાત્રમાં. આ બધો
કર્મનો પ્રભાવ છે એમ જાણો. રાતદિવસ પૃથ્વી ઉપર ભ્રમણ કરો, જળમાં પ્રવેશ કરો,
પર્વતના શિખર ઉપર ચડો, અનેક પ્રકારનાં શારીરીક
કષ્ટ કરો તો પણ પુણ્યના ઉદય
વિના કાર્યસિદ્ધિ થતી નથી. જે ઉત્તમ કાર્ય કરતા નથી તે નિરર્થક જ શરીર ગુમાવે છે
માટે આચાર્યની સેવા