શ્રેણિક! પુણ્યનો પ્રભાવ. જો કે થોડા જ દિવસોમાં વિદ્યા અને મંત્રવિધિ પૂર્ણ થયા પહેલાં
જ રાવણને મહાવિદ્યા સિદ્ધ થઈ. તેણે જે જે વિદ્યા મેળવી તેમનાં નામ સંક્ષેપમાં સાંભળ.
આકાશમાં વિચરવાની, કામદાયિની, કામગામિની, દુર્નિવારા, જગતકંપા, પ્રગુપ્તિ,
ભાનુમાલિની, અણિમા, લધિમા, ક્ષોભ્યા, મનસ્તંભનકારિણી, સંવાહિની, સુરધ્વંશી,
કૌમારી, વધ્યકારિણી, સુવિધાના, તમોરૂપા, દહના, વિપુલોદરી, શુભપ્રદા, રજોરૂપા,
દિનરાત્રિ વિદ્યાયિની, વજ્રોદરી, સમાકૃષ્ટિ, અદર્શિતી, અજરા, અમરા, અનવસ્તંભિની,
તોયસ્તંભિની, ગિરિદારિણી, અવલોકિની, ધ્વંશી, ધીરા, ધોરા, ભુજંગિની, વીરિની,
એકભુવના અવધ્યા, દારુણા, મદના, સિની. ભાસ્કરી, ભયસંભૂતિ, ઐશાની, વિજયા, જયા,
બંધિની, મોચની, વારાહી, કુટિલાકૃતિ, ચિત્તોદ્ભવકરી, શાંતિ, કૌવરી, વશકારિણી,
યોગેશ્વરી, બલોત્સાહી, ચંડા, ભીતિપ્રર્ષિણી ઇત્યાદિ અનેક મહાવિદ્યા રાવણને થોડા જ
દિવસોમાં સિદ્ધ થઈ. કુંભકર્ણને પાંચ વિદ્યા સિદ્ધ થઈ. તેમનાં નામ સર્વહારિણી,
અતિસંવર્ધિની, જંભિની, વ્યોમગામિની અને નિદ્રાની. વિભીષણને ચાર વિદ્યા સિદ્ધ થઈ-
સિદ્ધાર્થા, શત્રુદમની, વ્યાધાતા, આકાશગામિની. આ ત્રણેય ભાઈ વિદ્યાના સ્વામી થઈ
ગયા અને દેવોના ઉપદ્રવથી જાણે કે નવો જન્મ પામ્યા. ત્યારે યક્ષોના સ્વામી અનાવૃત્તે-જે
જંબૂદ્વીપનો સ્વામી હતો તેણે આમને વિદ્યાયુક્ત જાણીને તેમની ખૂબ સ્તુતિ કરી અને
દિવ્ય આભૂષણ પહેરાવ્યા. રાવણે વિદ્યાના પ્રભાવથી સ્વયંપ્રભ નગર વસાવ્યું. તે નગર
પર્વતના શિખર સમાન ઊંચા મહેલોની પંક્તિથી શોભાયમાન છે, રત્નમયી ચૈત્યાલયોથી
અત્યંત પ્રભાવ ફેલાવે છે. ત્યાં મોતીની ઝાલરોથી ઊંચા ઝરૂખા શોભે છે, પદ્મરાગ
મણિઓના સ્તંભ છે, વિવિધ પ્રકારનાં રત્નોના રંગના સમૂહથી ત્યાં ઇન્દ્રધનુષ્ય થઈ રહ્યાં
છે, રાવણ ભાઈઓ સહિત તે નગરમાં પ્રવેશ્યા. કેવા છે રાજમહેલ? તેનાં શિખરો
આકાશને અડી રહ્યાં છે. વિદ્યાબળથી મંડિત રાવણ સુખમાં રહે છે.
વેરીઓને જીતીને સર્વત્ર વિહાર કર. હે પુત્ર! હું બહુ રાજી થયો છું અને મારું સ્મરણમાત્ર
કરવાથી હું તારી પાસે આવીશ, પછી તને કોઈ જીતી નહિ શકે. તું લાંબો સમય સુધી
ભાઈઓ સહિત સુખેથી રાજ કર. તારી વિભૂતિ ઘણી વધશે.” આ પ્રમાણે આશીર્વાદ
આપીને, વારંવાર એની સ્તુતિ કરીને યક્ષ પરિવાર સહિત પોતાના સ્થાનકે ગયો. સમસ્ત
રાક્ષસવંશી વિદ્યાધરોએ સાંભળ્યું કે રત્નશ્રવાનો પુત્ર રાવણ મહાવિદ્યા પામ્યો છે તેથી
બધાને આનંદ થયો. બધા જ રાક્ષસો ઘણા ઉત્સાહથી રાવણની પાસે આવ્યા. કેટલાક
રાક્ષસો નાચતા હતા, કેટલાક ગીત ગાતા હતા, કેટલાક શત્રુઓને ભય ઉપજાવનારી
ગર્જના કરતા હતા, કેટલાકનો આનંદ અંગમાં સમાતો નહોતો, કેટલાક હસતા હતા,
કેટલાક કેલિ કરતા હતા. રાવણના દાદા સુમાલી અને નાના ભાઈ માલ્યવાન તથા
વાનરવંશી રાજા સૂર્યરજ અને રક્ષરજ બધા જ સજ્જનો આનંદસહિત રાવણ પાસે ગયા,