ભ્રમરનો ગુંજારવ અને ઉન્મત કોયલના અવાજથી પણ અધિક સુંદર તેના શબ્દો છે,
કામની દૂતી સમાન તેની દ્રષ્ટિ છે. નીલકમલ, રક્તકમલ અને કુમુદને પણ જીતે એવી
શ્યામતા, રક્તતા અને શ્વેતતા તે ધારણ કરે છે. જાણે કે દશે દિશામાં ત્રણ રંગનઉં કમળો
જ વિસ્તૃત થયાં છે, અષ્ટમીના ચંદ્ર સમાન મનોહર તેનું લલાટ છે. લાંબા, વાંકા, કાળા,
સુગંધી, સઘન, ચીકણા તેના કેશ છે. હંસ અને હાથણીની ચાલને જીતે એવી તેની ચાલ
છે, સિહંથી પણ પાતળી તેની કેડ છે, જાણે કે સાક્ષાત્ લક્ષ્મી જ કમળના નિવાસને
છોડીને રાવણની નિકટ ઇર્ષા ધારણ કરતી આવી છે, કેમ કે હું હોવા છતાં રાવણના
શરીરને વિદ્યા કેમ સ્પર્શ કરે. આવા અદ્ભુત રૂપને ધરનાર મંદોદરીએ રાવણનાં મન અને
નયનને હરી લીધાં. સકળ રૂપવતી સ્ત્રીઓનાં રૂપ-લાવણ્ય એકઠાં કરી એનું શરીર શુભ
કર્મના ઉદયથી બન્યું છે. પ્રત્યેક અંગમાં અદ્ભુત આભૂષણો પહેરીને મહામનોજ્ઞ લાગતી
મંદોદરીને જોતા રાવણનું હૃદય કામબાણથી વીંધાઈ ગયું. તેના પ્રત્યે રાવણની દ્રષ્ટિ ગઇ
તેવી જ પાછી વળી ગઇ, પરંતુ મત્ત મધુકરની પેઠે તેની આજુબાજુ ઘૂમવા લાગી. રાવણ
ચિત્તમાં વિચારવા લાગ્યો કે આ ઉત્તમ નારી કોણ છે? શ્રી હ્રી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી,
સરસ્વતી એમાંથી આ કોણ છે? પરણેલી હશે કે કુંવારી? સમસ્ત શ્રેષ્ઠ સ્ત્રીઓમાં આ
શિરોભાગ્ય છે. આ મન અને ઇન્દ્રિયોને હરનારીને જો હું પરણું તો મારું નવયૌવન સફળ
છે, નહિતર તૃણવત્ વૃથા છે. રાવણ મનમાં આમ વિચારતો હતો ત્યારે મંદોદરીના પિતા
મહાપ્રવીણ રાજા મયે એનો અભિપ્રાય જાણીને મંદોદરીને પાસે બોલાવી રાવણને કહ્યુંઃ “
આના તમે જ પતિ છો.” આ વચન સાંભળી રાવણ અતિ પ્રસન્ન થયો. જાણે કે તેનું
શરીર અમૃતથી સીંચાયું હોય તેમ તેનાં રોમાંચ હર્ષના અંકુર સમાન ખડાં થઈ ગયાં. તેની
પાસે સર્વ પ્રકારની સામગ્રી હતી જ. તે જ દિવસે મંદોદરીનાં લગ્ન થયાં. રાવણ મંદોદરીને
પરણીને અતિ પ્રસન્ન થઇ સ્વયંપ્રભ નગરમાં ગયો. રાજા મય પણ પુત્રીને પરણાવીને
નિશ્ચિંત થયા, પુત્રીના વિયોગથી શોક સહિત પોતાના દેશમાં ગયા. રાવણ હજારો
રાણીઓને પરણ્યો. મંદોદરી તે બધાની શિરોમણી બની. મંદોદરીનું મન સ્વામીનાં ગુણોથી
હરાયું હતું. તે પતિની અત્યંત આજ્ઞાકારી હતી. ઇન્દ્ર ઇન્દ્રાણી સાથે આનંદક્રીડા કરતો તેમ
રાવણ મંદોદરી સાથે સુમેરુનાં નંદનવનાદિ રમણીય સ્થાનોમાં ક્રીડા કરતો મંદોદરીની સર્વ
ચેષ્ટા મનોજ્ઞ હતી. રાવણે જે અનેક વિદ્યા સિદ્ધ કરી હતી તેની અનેક ચેષ્ટા રાવણે
બતાવી. એક રાવણ અનેક રૂપ ધારણ કરીને અનેક સ્ત્રીઓના મહેલમાં કૌતૂહલ કરતો.
કોઇ વાર સૂર્યની પેઠે તાપ ફેલાવતો, કોઇ વાર ચંદ્રની પેઠે ચાંદની વિસ્તારતો, અમૃત
વરસાવતો, કોઈ વાર અગ્નિની જેમ જ્વાળા ફેલાવતો, કોઈ વાર જળધારા મેઘની પેઠે
વરસાવતો, કોઈ વાર પવનની જેમ પહાડોને કંપાવતો, કોઈ વાર ઇન્દ્ર જેવી લીલા કરતો,
કોઈ વાર તે સમુદ્રની જેમ તરંગ ઉછાળતો હતો કોઈ વાર પર્વત પેઠે અચલ દશા ધારણ
કરતો. કોઈ વાર મત્ત હાથીની જેમ ચેષ્ટા કરતો, કોઈ વાર પવનથી અધિક વેગવાળો
અશ્વ બની જતો. ક્ષણમાં