મોતીની ઝાલરોથી જાણે કે તે પોતાના સ્વામીના વિયોગથી અશ્રુપાત કરે છે અને
પદ્મરાગમણિની પ્રભાથી તે લાલાશ ધારણ કરે છે; જાણે કે વૈશ્રવણનું હૃદય જ રાવણના
કરેલા પ્રહારથી લાલ થઈ ગયું છે અને ઇન્દ્રનીલમણિની પ્રભા અતિશ્યામ સુંદરતા ધારણ
કરે છે, જાણે કે સ્વામીના શોકથી શ્યામ થઈ રહ્યું છે. ચૈત્યાલય, વન, વાપી, સરોવર,
અનેક મંદિરોથી મંડિત જાણે નગરનો આકાર જ ન હોય! રાવણના હાથના વિવિધ
પ્રકારના ઘાથી જાણે કે ઘાયલ થઈ ગયું છે. રાવણના મહેલ જેવા ઊંચા તે વિમાનને
રાવણના સેવકો રાવણની પાસે લાવ્યા. તે વિમાન આકાશનું આભૂષણ છે. આ વિમાનને
વેરીના પરાજયનું ચિહ્ન ગણીને રાવણે તે લીધું, બીજા કોઈનું કાંઈ ન લીધું. રાવણને
કોઈ વસ્તુની કમી નથી, વિદ્યામયી અનેક વિમાનો છે તો પણ પુષ્પક વિમાનમાં તે
અનુરાગપૂર્વક બેઠો. પિતા રત્નશ્રવા, માતા કેકસી અને સમસ્ત પ્રધાન સેનાપતિ તથા
ભાઈ-પુત્રો સહિત પોતે પુષ્પક વિમાનમાં આરૂઢ થયો. નગરજનો જાતજાતનાં વિમાનોમાં
બેઠાં. પુષ્પકની વચમાં મહા કમલવન છે. ત્યાં પોતે મંદોદરી આદિ સમસ્ત રાજ્યના
સંબંધીઓ સહિત આવીને બેઠો. કેવો છે રાવણ? અખંડ જેની ગતિ છે; પોતાની ઈચ્છાથી
આશ્ચર્યકારી આભૂષણો પહેર્યાં છે, શ્રેષ્ઠ વિદ્યાધરી તેના ઉપર ચામર ઢોળે છે,
મલિયાગિરિના ચંદનાદિ અનેક સુગંધી પદાર્થો તેના અંગ પર લગાડયા છે, ચંદ્રમાની કીર્તિ
સમાન ઉજ્જવળ છત્ર શોભે છે, જાણે કે શત્રુઓના પરાજયથી પોતાનો જે યશ ફેલાયો છે
તે યશથી શોભાયમાન છે. ધનુષ, ત્રિશૂળ, ખડ્ગ, ભાલા, પાશ ઇત્યાદિ હથિયારો હાથમાં
રાખીને સેવકો તેની આજુબાજુ વીંટળાયેલા છે. મહાભક્તિયુક્ત, અદ્ભુત કાર્ય કરનાર
મોટા મોટા વિદ્યાધર, રાજા, સામંતોનો ક્ષય કરનાર, પોતાના ગુણોથી સ્વામીના મનને
મોહનાર, મહાન વૈભવવાન સાથીઓથી દશમુખ મંડિત છે. પરમ ઉદાર, સૂર્ય જેવું તેજ
ધારણ કરનાર તે પૂર્વોપાર્જિત પુણ્યનું ફળ ભોગવતો થકો દક્ષિણ સમુદ્ર તરફ જ્યાં લંકા છે
તે તરફ ઇન્દ્ર જેવી વિભૂતિ સહિત ચાલ્યો. ભાઈ કુંભકરણ હાથી ઉપર ચડયો, વિભીષણ
રથ ઉપર ચડયો. તે સૌ પોતાના માણસો સાથે મહાવૈભવમંડિત રાવણની પાછળ ચાલ્યા.
મંદોદરીના પિતા રાજા મય દૈત્ય જાતિના વિદ્યાધરોના અધિપતિ ભાઈઓ સહિત અનેક
સામંતો સહિત, તથા મારીચ, અંબર, વિદ્યુતવજ્ર, વજ્રોદર, બુધવજ્રાક્ષક્રૂર, ક્રૂરનક્ર, સારન,
સુનય, શુક્ર ઇત્યાદિ મંત્રીઓ સહિત, મહાવિભૂતિથી શોભિત અનેક વિદ્યાધરોના રાજા
રાવણની સાથે ચાલ્યા. કેટલાક સિંહના રથ પર ચડયા, કેટલાક અષ્ટાપદોના રથ પર ચડીને
વન, પર્વત, સમુદ્રની શોભા દેખતા પૃથ્વી પર ફર્યા અને સમસ્ત દક્ષિણ દિશા વશ કરી.
છે. વળી, કમળોનું વન ચંચળ હોય છે અને આ નિશ્ચળ છે.’ રાવણે વિનયથી નમ્ર
શરીરથી જ્યારે સુમાલીને આ પ્રમાણે પૂછયું ત્યારે સુમાલી ‘નમઃ સિદ્ધેભ્યઃ’ આ મંત્ર
બોલીને કહેવા લાગ્યા,