Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 97 of 660
PDF/HTML Page 118 of 681

 

background image
પદ્મપુરાણ આઠમું પર્વ ૯૭
‘હે પુત્ર! આ કમળોનું વન નથી. આ પર્વતના શિખર ઉપર પદ્મરાગમણિમય હરિષેણ
ચક્રવર્તીના બનાવરાવેલાં ચૈત્યાલયો છે, જેના ઉપર નિર્મળ ધજાઓ ફરકે છે. એ
જાતજાતનાં તોરણોથી શોભે છે. હરિષેણ ચક્રવર્તી મહાસજ્જન પુરુષોત્તમ હતા. તેમના
ગુણોનું કથન થઈ શકે નહિ. હે પુત્ર! તું નીચે ઊતરીને પવિત્ર મનથી તેમને નમસ્કાર
કર.’ પછી રાવણે બહુ જ વિનયથી જિનમંદિરોને નમસ્કાર કર્યા અને બહુ જ આશ્ચર્ય
પામ્યો. તેણે સુમાલીને હરિષેણ ચક્રવર્તીની કથા પૂછી. હે દેવ! આપે જેમના ગુણોનું વર્ણન
ર્ક્યું તેમની કથા કહો. કેવો છે રાવણ? વૈશ્રવણને જીતનાર અને વડીલો પ્રત્યે અતિવિનયી
છે. સુમાલીએ કહ્યું કે હે રાવણ! તેં સારું પૂછયું. પાપનો નાશ કરનાર હરિષેણનું ચરિત્ર તું
સાંભળ. કંપિલ્યાનગરમાં રાજા સિંહધ્વજ રાજ્ય કરતા. તેને વપ્રા આદિ ગુણવાન અને
સૌભાગ્યવતી અનેક રાણીઓ હતી. રાણી વપ્રા તેમાં તિલક હતી. તેને હરિષેણ ચક્રવર્તી
પુત્ર થયો. તે ચોસઠ શુભ લક્ષણોથી યુક્ત, પાપકર્મનો નાશક હતો. તેની માતા વપ્રા
મહાધર્મી હતી. તે સદા અષ્ટાન્હિકાના ઉત્સવમાં રથયાત્રા કાઢતી. તેની શોક્ય રાણી
મહાલક્ષ્મી સૌભાગ્યના મદથી કહેવા લાગી કે પહેલાં અમારો બ્રહ્મરથ નગરમાં ભ્રમણ
કરશે અને પછી તારો રથ નીકળશે. આ વાત સાંભળીને રાણી વપ્રા હૃદયમાં બહુ
ખેદખિન્ન થઈ, જાણે કે વજ્રપાતની પીડા થઈ. તેણે એવી પ્રતિજ્ઞા કરી કે અમારા
વીતરાગનો રથ અષ્ટાન્હિકામાં પહેલો નીકળે તો હું આહાર લઈશ, નહિતર નહિ લઉં.
આમ કહીને તેણે સર્વ કાર્ય છોડી દીધાં, શોકથી તેનું મુખકમળ કરમાઈ ગયું અને
આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. માતાને જોઈને હરિષેણે કહ્યું, ‘હે માતા! આજ સુધી તમે
સ્વપ્નમાં પણ રુદન નથી કર્યું તો હવે આ અમંગલ કાર્ય કેમ કરો છો? ત્યારે માતાએ
બધી વાત કરી. આ સાંભળીને હરિષેણે મનમાં વિચાર્યું કે શું કરું? એક તરફ પિતા છે,
બીજી તરફ માતા. હું તો સંકટમાં આવી ગયો. માતાને રોતાં જોઈ શકતો નથી અને બીજી
બાજુ પિતાને કાંઈ કહી શકાય તેમ નથી. તેથી ઉદાસ બનીને, ઘરમાંથી નીકળી વનમાં
ગયા. ત્યાં મધુર ફળો ખાઈને અને સરોવરોનું નિર્મળ જળ પીને નિર્ભયપણે ફરવા
લાગ્યા. એમનું સુંદર રૂપ જોઈને તે વનમાં ક્રૂર પશુઓ પણ શાંત થઈ ગયાં. આવા ભવ્ય
જીવ કોને વહાલા ન લાગે? ત્યાં વનમાં પણ તેમને જ્યારે માતાનું રુદન યાદ આવતું
ત્યારે એમને એવી પીડા થતી કે વનની રમણીયતાનું સુખ ભૂલી જતા. હરિષેણ ચક્રવર્તી
વનમાં વનદેવતાની પેઠે ભ્રમણ કરતા. તેમને હરણીઓ પણ પોતાનાં નેત્રોથી જોઈ રહી
હતી. આ પ્રમાણે વનમાં ફરતાં તે શતમન્યુ નામના તાપસના આશ્રમમાં ગયા. ત્યાં
જંગલના જીવોને આશ્રય મળતો.
હવે કાલકલ્પ નામના એક અતિપ્રબળ, તેજસ્વી રાજાએ પોતાની મોટી ફોજ સાથે
આવીને ચંપા નામની નગરીને ઘેરી લીધી. ત્યાં રાજા જનમેજય રાજ્ય કરતો. જનમેજય
અને કાલકલ્પ વચ્ચે યુદ્ધ થયું. જનમેજયના મહેલમાં એક સુરંગ બનાવેલી હતી તે માર્ગે
થઈને જનમેજયની માતા નાગમતી પોતાની પુત્રી મદનાવલી સાથે નીકળીને શતમન્યુ
તાપસના આશ્રમમાં આવી.