અંધકાર દૂર થાય છે તેમ જિનવાણીના પ્રકાશથી મોહતિમિર દૂર થાય છે.
વૈરાગ્યનું નિરૂપણ કરનાર દસમું પર્વ પૂર્ણ થયું.
મંડિત સુભૂમ ચક્રવર્તીની જેમ તેણે પૃથ્વી ઉપર વિહાર કર્યો. જુદા જુદા દેશમાં જન્મેલા,
જુદા જુદા વેશવાળા, ભિન્ન ભિન્ન આભૂષણ પહેરેલા, જુદી જુદી ભાષા બોલતા. અનેક
રાજાઓ સાથે દિગ્વિજય કર્યો અને ઠેકઠેકાણે રત્નમયી, સુવર્ણમયી અનેક જિનમંદિર
બનાવરાવ્યાં, જીર્ણ ચૈત્યાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો, દેવાધિદેવ જિનેન્દ્રદેવની ભાવ સહિત
પૂજા કરી અને જૈન ધર્મના દ્વેષી દુષ્ટ હિંસક મનુષ્યોને શિક્ષા કરી અને ગરીબોને દયા
લાવીને ધનથી પૂર્ણ કર્યા. સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકોનો ખૂબ આદર કર્યો. સાધર્મી પર ઘણો
વાત્સલ્યભાવ તે રાખતો અને જ્યાં મુનિના સમાચાર સાંભળે ત્યાં જઈ ભક્તિથી પ્રણામ
કરતો, જે સમ્યક્ત્વરહિત દ્રવ્યલિંગ મુનિ હોય અને શ્રાવક હોય તેમની પણ શુશ્રૂષા કરતો.
જૈન માત્ર ઉપર અનુરાગ રાખનાર તે ઉત્તર દિશા તરફ દુસ્સહ પ્રતાપને પ્રગટ કરતો
આગળ વધ્યો. જેમ ઉત્તરાયણના સૂર્યનો અધિક પ્રતાપ હોય તેમ પુણ્યકર્મના પ્રભાવથી
રાવણનું દિવસે દિવસે તેજ વધતું ગયું. રાવણે સાંભળ્યું કે રાજપુરનો રાજા બહુ બળવાન
છે. તે અભિમાનને લીધે કોઈને પ્રણામ કરતો નથી, જન્મથી જ દુષ્ટ ચિત્તવાળો છે,
મિથ્યામાર્ગથી મોહિત છે અને જીવહિંસારૂપ યજ્ઞમાર્ગમાં પ્રવર્ત્યો છે. તે વખતે યજ્ઞનું કથન
સાંભળીને રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું કે હે પ્રભો! રાવણનું કથન તો પછી કહો,
પહેલાં યજ્ઞની ઉત્પત્તિની વાત કરો, જેમાં પ્રાણી જીવઘાતરૂપ ઘોર કર્મમાં પ્રવર્તે છે, તેનું
વૃત્તાંત શું છે? ગણધરદેવે કહ્યુંઃ હે શ્રેણિક! અયોધ્યામાં ઇક્ષ્વાકુવંશી રાજા યયાતિની રાણી
સુરકાંતાને વસુ નામનો પુત્ર હતો. તે જ્યારે ભણવા યોગ્ય થયો ત્યારે ક્ષીરકદંબ નામના
બ્રાહ્મણ પાસે મોકલ્યો. ક્ષીરકદંબની સ્ત્રી સ્વસ્તિમતી હતી તેને પર્વત નામે પાપી પુત્ર
હતો. ક્ષીરકદંબ પાસે અન્ય દેશનો નારદ નામનો એક ધર્માત્મા બ્રાહ્મણનો બાળક પણ
ભણવા આવ્યો હતો. રાજાનો પુત્ર, પોતાનો પુત્ર અને પરદેશી બ્રાહ્મણનો પુત્ર સાથે
ભણતા. ક્ષીરકદંબ અતિ ધર્માત્મા,