રાવણ આ વૃત્તાંત સાંભળીને ગુસ્સે થયો. પવનથી પણ શીઘ્ર ગતિ કરનાર વાહનમાં
બેસીને ચાલ્યો અને ખુલ્લી સમશેર સાથે જે સામંતોને આગળ દોડાવ્યા હતા તે એક
પલકમાં યજ્ઞશાળામાં પહોંચી ગયા અને તત્કાળ નારદને શત્રુના ઘેરામાંથી બચાવ્યા.
યજ્ઞના થાંભલા તોડી નાખ્યા, યજ્ઞ કરાવનારા બ્રાહ્મણોને ખૂબ માર્યા, યજ્ઞશાળા તોડી
નાખી, રાજાને પણ પકડી લીધો. રાવણે બ્રાહ્મણો ઉપર ખૂબ ગુસ્સો કર્યો કે મારા રાજ્યમાં
જીવહિંસા કરો છો, આ શી વાત છે? તેમને એટલા માર્યા કે મૂર્છિત થઈને પૃથ્વી પર પડી
ગયા. પછી સુભટો તેમને કહેવા લાગ્યા કે તમને દુઃખ જેવું ખરાબ લાગે છે અને સુખ
સારુ લાગે છે તેમ પશુને પણ જાણો. તમને જેટલું જીવન વ્હાલું છે તેમ સર્વ જીવને જાણો.
તમને ટિપાતા કષ્ટ થાય છે તો પશુઓનો વિનાશ કરતાં તેમને કેમ ન થાય? તમે પાપનું
ફળ ભોગવો અને ભવિષ્યમાં પણ નરકનું દુઃખ ભોગવશો. આ પ્રમાણે બોલતા ઘોડેસવાર
તથા ખેચર, ભૂચર બધા જ માણસો હિંસકોને મારવા લાગ્યા. તેઓ વિલાપ કરવા લાગ્યા
કે અમને છોડી દ્યો. ફરી અમે આવું કામ નહિ કરીએ. આમ દીન વચન બોલીને રોવા
લાગ્યા, પણ રાવણને તેમના ઉપર ગુસ્સો હતો એટલે એમને છોડતો નહોતો ત્યારે અત્યંત
દયાળુ નારદે રાવણને કહ્યું કે હે રાજન્! તારું કલ્યાણ થાવ. તેં આ દુષ્ટો પાસેથી મને
છોડાવ્યો, હવે એમના ઉપર પણ દયા કર. જિનશાસનમાં કોઈને દુઃખ આપવાનું કહ્યું
નથી. સર્વ જીવોને જીવન વ્હાલું છે. તેં શું સિદ્ધાંતમાં આ વાત નથી સાંભળી કે
હુંડાવસર્પિણી કાળમાં પાખંડીઓની પ્રવૃત્તિ થાય છે. અત્યારે ચોથા કાળમાં શરૂઆતમાં
ઋષભદેવ ભગવાન પ્રગટયા, ત્રણે લોકમાં ઊંચ જિન ભગવાનનો જન્મ થતાં જ દેવો
તેમને સુમેરુ પર્વત પણ લઈ ગયા, ક્ષીરસાગરના જળથી સ્નાન કરાવ્યું, તે મહાક્રાંતિના
ધારક ઋષભનાથ જિનેન્દ્રનું દિવ્ય ચારિત્ર પાપનો નાશ કરનારું ત્રણ લોકમાં પ્રસિદ્ધ છે, શું
તેં તે સાંભળ્યું નથી? તે ભગવાન પ્રાણીમાત્ર પર દયા રાખનાર, જેમના ગુણ ઈન્દ્ર પણ
કહેવાને સમર્થ નથી તે વીતરાગ નિર્વાણના અધિકારી આ પૃથ્વીરૂપ સ્ત્રીને છોડીને
જગતના કલ્યાણ નિમિત્તે મુનિપદ ધારવા લાગ્યા. કેવા છે પ્રભુ? જેમનો આત્મા નિર્મળ
છે. કેવી છે પૃથ્વીરૂપ સ્ત્રી? જે વિંધ્યાચળ પર્વત અને હિમાલય પર્વતરૂપ છે. ઉત્તુંગ સ્તન
જેને, આર્યક્ષેત્ર છે મુખ જેને, સુંદર નગરોરૂપી ચૂડા છે. સમુદ્ર તેની કટિમેખલા છે,
નીલવન તેના કેશ છે, નાના પ્રકારનાં રત્નો તે જ તેનાં આભૂષણ છે ઋષભદેવે મુનિ
બનીને એક હજાર વર્ષ સુધી મહાતપ કર્યું. જેમનો યોગ અચળ, જેમના બાહુ લંબાયમાન
એવા ઋષભદેવ પ્રત્યેના અનુરાગથી કચ્છાદિ ચાર હજાર રાજાઓએ મુનિનો ધર્મ જાણ્યા
વિના જ દીક્ષા લીધી. તે પરિષહ સહન ન કરી શક્યા ત્યારે ફળાદિનું ભક્ષણ અને
વલ્કલો પહેરી તાપસ થયા. ઋષભદેવે હજાર વર્ષ સુધી તપ કરીને વડવૃક્ષની નીચે
કેવળજ્ઞાન પ્રગટ કર્યું. ઈન્દ્રાદિક દેવોએ કેવળજ્ઞાન કલ્યાણક કર્યું, સમોસરણની રચના થઈ.
ભગવાન દિવ્ય ધ્વનિથી અનેક જીવો કૃતાર્થ થયા. જે કચ્છાદિ રાજાઓ ચારિત્રભ્રષ્ટ થયા
હતા તે ધર્મમા દ્રઢ થઈ ગયા, મારીચના