દીર્ધ સંસારના યોગથી મિથ્યાભાવ ન છૂટયો. જે સ્થાન પર ભગવાનને કેવળજ્ઞાન
ઉપજ્યું હતું તે સ્થાન પર દેવોએ ચૈત્યાલયોની સ્થાપના કરી. ઋષભદેવની પ્રતિમા
પધરાવી અને ભરત ચક્રવર્તીએ વિપ્રવર્ણની સ્થાપના કરી હતી. તે પાણીમાં તેલના
ટીપાની જેમ ખૂબ ફેલાઈ ગયા. તેમણે આ જગતને મિથ્યાચારથી મોહિત કર્યું, લોકો
કુકર્મમાં પ્રવર્તવા લાગ્યા, સુકૃતનો પ્રકાશ નષ્ટ થઈ ગયો. જીવો સાધુના અનાદરમાં
તત્પર થયા. પહેલાં સુભૂમ ચક્રવર્તીએ તેમનો નાશ કર્યો હતો તો પણ એમનો અભાવ
ન થયો. હે દશાનન! તારાથી તેમનો અભાવ કેવી રીતે થશે? માટે તું પ્રાણીઓની
હિંસાથી નિવૃત્ત થા. કોઈની કદી પણ હિંસા કરવી નહિ. જ્યારે ભગવાનના ઉપદેશથી
પણ જગત મિથ્યામાર્ગથી રહિત ન થયું, કોઈક જીવો સવળા થયા, તો પછી આપણા
જેવાથી સકળ જગતનું મિથ્યાત્વ કેવી રીતે ટળી શકે? ભગવાન તો સર્વને દેખનારા,
જાણનારા છે. આ પ્રમાણે દેવર્ષિ નારદનાં વચનો સાંભળી કેકસી માતાની કૂખે જન્મેલો
રાવણ તે પુરાણકથા સાંભળીને અત્યંત પ્રસન્ન થયો. તેણે વારંવાર જિનેશ્વરદેવને
નમસ્કાર કર્યા. નારદ અને રાવણ મહાપુરુષની મનોજ્ઞ કથાથી ક્ષણેક સુખમાં રહ્યા.
મહાપુરુષોની કથામાં ભિન્નભિન્ન પ્રકારના રસ ભરેલા હોય છે.
અજ્ઞાનીએ અજ્ઞાનીઓના ઉપદેશથી હિંસામાર્ગરૂપ ખોટી પ્રવૃત્તિ કરી તે બદલ આપ ક્ષમા
કરો. જીવોને અજ્ઞાનથી ખોટી ચેષ્ટા થાય છે, હવે મને ધર્મના માર્ગમાં લાવો અને મારી
પુત્રી કનકપ્રભાને આપ પરણો. સંસારમાં જે ઉત્તમ પદાર્થો છે. તેના માટે આપ જ પાત્ર
છો. રાવણ પ્રસન્ન થયો. રાવણ જે નમ્ર બને તેના પ્રત્યે દયા રાખે છે. રાવણે તેની પુત્રી
સાથે લગ્ન કર્યાં અને તેને પોતાનો બનાવ્યો. તે સ્ત્રી રાવણને અત્યંત પ્રિય બની. મરુતે
રાવણના સામંતોનો ખૂબ સત્કાર કર્યો. તેમને નાના પ્રકારનાં વસ્ત્રાભૂષણ, હાથી, ઘોડા,
રથ આપ્યાં, રાવણ કનકપ્રભા સહિત રમતો રહ્યો. તેને એક વર્ષ પછી કૃતચિત્ર નામની
પુત્રી થઈ. જોનારાઓને તે પોતાના રૂપથી આશ્ચર્ય ઉપજાવતી, જાણે કે મૂર્તિમંત શોભા જ
હતી. રાવણના સામંતો મહાશૂરવીર અને તેજસ્વી હતા. તે સંપૂર્ણ પૃથ્વી પર ફરતા રહ્યા.
ત્રણ ખંડમાં જે રાજા પ્રસિદ્ધ હતા અને બળવાન હતા તે રાવણના યોદ્ધા આગળ દીન
બની ગયા. બધા જ રાજા વશ થયા. રાજાઓને રાજ્યભંગ થવાનો ભય હતો. વિદ્યાધરો
ભરતક્ષેત્રનો મધ્યભાગ જોઈને આશ્ચર્ય પામ્યા. મનોજ્ઞ પહાડ, મનોજ્ઞ વનને જોઈ લોકો
કહેતા કે અહો! સ્વર્ગ પણ આથી વધારે રમણીક નથી. મનમાં એવું થાય છે કે અહીં જ
રહીએ. સમુદ્ર સમાન જેની વિશાળ સેના છે એવા રાવણની કોઈ જોડ નથી. અહો!
અદ્ભુત ધૈર્ય, અદ્ભુત ઉદારતા રાવણમાં છે, સર્વ વિદ્યાધરોમાં તે શ્રેષ્ઠ જણાય છે. આ
પ્રમાણે બધા માણસો તેની પ્રશંસા કરે છે. પછી જ્યાં જ્યાં રાવણ ગયો ત્યાં ત્યાં લોકો
સામા આવીને તેને મળતા રહ્યા. પૃથ્વી પરના જે જે રાજાની સુંદર પુત્રીઓ હતી તે
રાવણને પરણી. જે નગરની