પિતાને ઘેર કદી રંચમાત્ર પણ દુઃખ ભોગવ્યું નથી અને અહીં આ કર્મના અનુભવથી
દુઃખનો ભાર પામી છે. એની સખીઓ વિચારે છે કે શો ઉપાય કરવો? અમે ભાગ્યહીન
છીએ, આ કાર્ય અમારા પ્રયત્નથી સાધ્ય નથી, આ કોઈ અશુભ કર્મની ચાલ છે, હવે
એવો દિવસ ક્યારે આવશે, એ શુભ મુહૂર્ત અને શુભ વેળા ક્યારે આવશે કે જ્યારે તેનો
પ્રીતમ પોતાની પ્રિયાની સમીપમાં બેસશે, કૃપાદ્રષ્ટિથી જોશે, મધુર વચનો બોલશે; આવી
અભિલાષા બધાંનાં મનમાં થઈ રહી છે.
વિદ્યાધરાધિપતે વરુણ! સર્વના સ્વામી રાવણે તમને આ આજ્ઞા કરી છે કે તમે મને પ્રણામ
કરો અથવા યુદ્ધની તૈયારી કરો. ત્યારે વરુણે હસીને કહ્યુંઃ હે દૂત! રાવણ કોણ છે, તે ક્યાં
રહે છે કે મને દબાવે છે? હું ઇન્દ્ર નથી કે જેથી વૃથા ગર્વિષ્ઠ લોકનિંદ્ય થાઉં. હું વેશ્રવણ,
યમ, સહસ્ત્રરશ્મિ કે મરુત નથી. રાવણને દેવાધિષ્ઠિત રત્નોથી મહાગર્વ ઊપજ્યો છે,
તેનામાં સામર્થ્ય હોય તો આવે, હું એના ગર્વનું ખંડન કરીશ. તેનું મૃત્યુ નજીક છે તેથી
અમારી સાથે આવી રીતે વાત કરે છે. દૂતે જઈને રાવણને બધો વૃત્તાંત કહ્યો. રાવણે
ગુસ્સાથી સમુદ્ર જેવડી સેના સાથે જઈને વરુણનું નગર ઘેરી લીધું અને પ્રતિજ્ઞા કરી કે હું
એને દેવાધિષ્ઠિત રત્ન વિના જ વશ કરીશ, મારીશ અથવા બાંધીશ. ત્યારે વરુણના પુત્રો
રાજીવ, પુણ્ડરિકાદિ ક્રોધાયમાન થઈ રાવણની સેના ઉપર આવ્યા. તેમની અને રાવણની
સેના વચ્ચે મોટું યુદ્ધ થયું, પરસ્પર શસ્ત્રોના સમૂહો છેદાયા. હાથી હાથીઓ સાથે, ઘોડા
ઘોડાઓ સાથે, રથ રથો સાથે અને સુભટો સુભટો સાથે મહાયુદ્ધ કરવા લાગ્યા. લાંબો
સમય સંગ્રામ ચાલ્યો. વરુણની સેના રાવણની સેનાથી થોડીક પાછળ હઠી. પોતાની
સેનાને હઠતી જોઈ વરુણ પોતે રાક્ષસોની સેના પર કાલાગ્નિ સમાન તૂટી પડયો. દુર્નિવાર
વરુણને રણભૂમિમાં સામે આવેલો જોઈ રાવણે યુદ્ધ કરવાની તૈયારી કરી. રાવણ અને
વરુણ વચ્ચે યુદ્ધ થવા લાગ્યું, વરુણના પુત્રો ખરદૂષણ સામે યુદ્ધ કરતા હતા. તે
મહાભટોનો પ્રલય કરનાર અને અનેક મત્ત હાથીઓના કુંભસ્થળ વિદારે તેવા શક્તિશાળી
હતા. રાવણ ક્રોધથી વરુણ પર બાણ ચલાવવા જતો હતો ત્યાં વરુણના પુત્રોએ રાવણના
બનેવી ખરદૂષણને પકડી લીધો. ત્યારે રાવણે મનમાં વિચાર્યું કે જો હું વરુણ સાથે યુદ્ધ
કરીશ અને ખરદૂષણનું મરણ થશે તો તે ઉચિત નહિ થાય, માટે સંગ્રામ કરવાનું અટકાવી
દીધું. જે બુદ્ધિમાન છે તે મંત્રકાર્યમાં ભૂલ ખાતા નથી. પછી મંત્રીઓએ વિચારવિમર્શ
કરીને બધા દેશના રાજાઓને બોલાવ્યા, શીઘ્રગામી પુરુષોને મોકલ્યા, બધાને લખ્યું કે
મોટી સેના સાથે તરત જ આવો. રાજા પ્રહલાદ ઉપર પણ પત્ર લઈને દૂત આવ્યો. રાજા
પ્રહલાદે સ્વામીની ભક્તિથી રાવણના સેવકનું ખૂબ સન્માન કર્યું, ઊભા થઈને ખૂબ
આદરથી પત્ર લીધો અને વાંચ્યો. તે પત્રમાં આ પ્રમાણે લખ્યું હતું કે પાતાલપુર સમીપ
કલ્યાણરૂપ સ્થાનમાં રહેતા મહાક્ષેમરૂપ વિદ્યાધરોના અધિપતિઓના અધિપતિ સુમાલીના