પોતાના સ્થાન પર જઈને બેઠી. પવનંજયકુમારે પોતાના અજ્ઞાનથી લજ્જિત થઈને
સુંદરીને વારંવાર કુશળતા પૂછી અને કહ્યું કે હે પ્રિયે! મેં અશુભ કર્મના ઉદયથી તમારો
નકામો અનાદર કર્યો તો ક્ષમા કરો. સુંદરીએ નીચું મુખ રાખી મંદ મંદ વચને કહ્યું, હે
નાથ! આપે કોઈ અપમાન કર્યું નથી, કર્મનો એવો જ ઉદય હતો. હવે આપે કૃપા કરી છે,
અત્યંત સ્નેહ બતાવ્યો છે એટલે મારા સર્વ મનોરથ સિદ્ધ થયા છે. આપના ધ્યાનથી
સંયુક્ત મારા હૃદયમાં આપ સદાય બિરાજતા હતા. આપનો અનાદર પણ આદર સમાન
જ ભાસ્યો છે. આ પ્રમાણે અંજનાસુંદરીએ કહ્યું ત્યારે પવનંજયકુમાર હાથ જોડીને કહેવા
લાગ્યા કે કહે પ્રાણપ્રિય! મેં મિથ્યા અપરાધ કર્યો છે. બીજાના દોષથી તમને દોષ દીધો છે,
તમે અમારા બધા અપરાધ માફ કરો, ભૂલી જાવ. હું મારા અપરાધની માફી માગવા માટે
તમારા પગમાં પડું છું, તમે મારા પર ખૂબ પ્રસન્ન થાવ. આમ કહીને પવનંજયકુમારે
અધિક સ્નેહ બતાવ્યો. અંજનાસુંદરી પતિનો આવો સ્નેહ જોઈને બહુ રાજી થઈ અને
પતિને પ્રિય વચન કહેવા લાગી કે હે નાથ! હું અત્યંત પ્રસન્ન છું, હું તો આપના
ચરણારવિંદની રજ છું, અમારા પ્રત્યે આટલી નમ્રતા બતાવવી આપના માટે યોગ્ય નથી.
આમ કહીને સુખપૂર્વક શય્યા પર બિરાજમાન કર્યા. પ્રાણનાથની કૃપાથી પ્રિયાનું મન ખૂબ
રાજી થયું. શરીર કાંતિ કરવા લાગ્યું, બન્ને પરસ્પર અત્યંત સ્નેહથી એકચિત્ત થયાં,
આનંદમાં જાગતાં જ રહ્યાં. પાછલા પહોરે અલ્પનિદ્રા આવી. પ્રભાતનો સમય થયો ત્યારે
આ પ્રતિવ્રતા શય્યા પરથી ઊઠીને પતિના પગ દાબવા લાગી. રાત્રિ વીતી ગઈ તે સુખમાં
જાણ્યું નહિ. સવારમાં ચંદ્રનાં કિરણો ફિક્કં પડી ગયાં. કુમાર આનંદના ભારથી ભરાઈ
ગયા. સ્વામીની આજ્ઞા ભૂલી ગયા. ત્યારે કુમારનું હિત જેના ચિત્તમાં છે તે મિત્ર પ્રહસ્તે
ઊંચો અવાજ કરી વસંતમાલાને જગાડી અને અંદર મોકલી. પોતે ધીમે ધીમે સુગંધિત
મહેલમાં મિત્રની પાસે ગયો અને કહેવા લાગ્યો, હે સુંદર! ઊઠો, હવે સૂઈ કેમ રહ્યા છો?
ચંદ્રમાં પણ તમારા મુખની કાંતિથી રહિત થઈ ગયો છે. આ વચન સાંભળી પવનંજય
જાગ્રત થયો. તેનું શરીર શિથિલ હતું, બગાસું ખાતાં, નિદ્રાના આવેશથી લાલ નેત્રવાળા,
ડાબા હાથની તર્જની આંગળીથી કાન ખંજોળતાં, જમણો હાથ સંકોચીને અરિહંતનું નામ
લઈને કુમાર શય્યામાંથી ઊઠયા, પ્રાણપ્યારી પોતાના જાગવા પહેલાં જ શય્યામાંથી
ઊતરીને જમીન પર બેઠી છે, લજ્જાથી તેનાં નેત્ર નીચે ઢળ્યાં છે. ઊઠતાં જ પ્રીતમની
નજર પ્રિયા પર પડી. પછી પ્રહસ્તને જોઈને, “આવો મિત્ર” એમ બોલીને તે પથારીમાંથી
ઊભા થયા. પ્રહસ્તે મિત્રને રાત્રિની કુશળતા પૂછી, પાસે બેઠો, નિતિશાસ્ત્રના વેત્તા મિત્રે
કુમારને કહ્યું, હે મિત્ર! હવે ઊઠ, પ્રિયાજીનું સન્માન હવે આવીને કરજો, અત્યારે કોઈ ન
જાણે તેમ સૈન્યમાં જઈ પહોંચીએ, નહિતર શરમાવા જેવું થશે. રથનૂપુરના રાજા,
કિન્નરગીત નગરના રાજા રાવણ પાસે જવા ઇચ્છે છે તે તમારી રાહ જુએ છે. જો તે
આગળ આવે તો આપણે ભેગા થઈને જઈએ. રાવણ નિરંતર મંત્રીઓને પૂછે છે કે
પવનંજયકુમારનો પડાવ ક્યાં છે, તે ક્યારે