શિલાકપાટ નામના દ્વારપાળે દ્વાર પર પોતાની જગ્યાએ એક માણસને મૂકીને પોતે રાજા
પાસે જઈ નમસ્કાર કરી વિનંતી કરી. પુત્રીના આગમનના સમાચાર આપ્યા. રાજાની
પાસે તેનો પ્રસન્નકીર્તિ નામનો પુત્ર બેઠો હતો તેને રાજાએ આજ્ઞા કરી કે તું સામે જઈને
શીઘ્ર એને અંદર લાવ. નગરની શોભા કરાવો. તું પહેલાં જા અને અમારું વાહન તૈયાર
કરાવ. હું પણ પાછળ આવું છું. ત્યારે દ્વારપાળે હાથ જોડી નમસ્કાર કરી યથાર્થ વિનંતી
કરી. રાજા મહેન્દ્ર લજ્જાનું કારણ સાંભળીને ખૂબ ગુસ્સે થયો અને પુત્રને આજ્ઞા કરી કે
પાપિણીને નગરમાંથી કાઢી મૂકો, તેની વાત સાંભળીને મારા કાન વજ્રથી હણાઈ ગયા છે.
ત્યાં રાજાનો અત્યંત પ્રિય, મહોત્સાહ નામનો એક મોટો સામંત કહેવા લાગ્યો કે હે નાથ!
આવી આજ્ઞા કરવી ઉચિત નથી, વસંતમાલાએ બધું યોગ્ય કહ્યું છે. કેતુમતી અતિ ક્રૂર છે,
જિનધર્મથી પરાઙમુખ છે, લૌકિક સૂત્ર અને નાસ્તિકમતમાં પ્રવીણ છે, તેણે વિચાર કર્યા
વિના ખોટો આરોપ મૂક્યો છે, આ ધર્માત્મા શ્રાવક વ્રતની ધારક, કલ્યાણ આચારમાં
તત્પર અંજનાને પાપી સાસુએ કાઢી મૂકી છે અને આપ પણ કાઢી મૂકશો તો તે કોના
શરણે જશે? જેમ પારધીની દ્રષ્ટિથી ત્રાસ પામેલી હરણી ગીચ વનનું શરણ લે તેમ આ
ભોળી નિષ્કપટ સાસુથી શંકિત થઈને આપના શરણે આવી છે, જાણે જેઠના સૂર્યનાં
કિરણોના સંતાપથી દુઃખી થઈને મહાવૃક્ષરૂપ આપના આશ્રયે આવી છે. આ દીન, જેનો
આત્મા વિહ્વળ છે એવી, કલંકરૂપ આતાપથી પીડિત આપના આશ્રયે પણ શાતા ન પામે
તો ક્યાં પામે? જાણે કે સ્વર્ગમાંથી લક્ષ્મી જ આવી છે. દ્વારપાળે રોકી તેથી અત્યંત
શરમાઈને, માથું ઢાંકીને બારણે ખડી છે, આપના સ્નેહની સદા પાત્ર છે માટે આપ દયા
કરો, એ નિર્દોષ છે, મહેલમાં એને પ્રવેશ કરાવો. કેતુમતીની ક્રૂરતા પૃથ્વી પર પ્રસિદ્ધ છે.
મહોત્સાહ સામંતે આવાં ન્યાયરૂપ વચનો કહ્યાં તેને રાજાએ કાને ન ધર્યાં. જેમ કમળના
પાન પર જળનું બૂંદ ન ટકે તેમ રાજાના ચિત્તમાં આ વાત ટકી નહિ. રાજા સામંતને
કહેવા લાગ્યા કે આ સખી વસંતમાલા સદા એની પાસે રહે છે અને એના પ્રત્યેના સ્નેહને
કારણે કદાચ સાચું ન બોલતી હોય તો અમને નિશ્ચય કેવી રીતે થાય? માટે એના શીલ
વિષે શંકા રહે છે, તેથી તેને નગરમાંથી બહાર કાઢી મૂકો. જ્યારે આ વાત પ્રગટ થશે
ત્યારે અમારા નિર્મળ કુળ પર કલંક લાગશે. જે મોટા કુળની બાલિકા નિર્મળ છે,
વિનયવાન છે, ઉત્તમ ચેષ્ટાવાળી છે તે પિયરમાં અને સાસરે સર્વત્ર સ્તુતિ કરવા યોગ્ય
છે. જે પુણ્યાધિકારી મહાન પુરુષ જન્મથી જ નિર્મળ શીલ પાળે છે, બ્રહ્મચર્ય ધારણ કરે છે
અને સર્વ દોષના મૂળ એવી સ્ત્રીને અંગીકાર કરતા નથી તે ધન્ય છે. બ્રહ્મચર્ય સમાન
બીજું કોઈ વ્રત નથી અને સ્ત્રીને અંગીકાર કરતાં એ સફળ થતું નથી. જો પુત્ર કે પુત્રી
કુપુત હોય અને તેમના અવગુણ પૃથ્વી પર પ્રસિદ્ધ થાય તો પિતાને ધરતીમાં દટાઈ જવું
પડે છે. આખા કુળને લજ્જા થાય છે. મારું મન આજે અત્યંત દુઃખી થઈ રહ્યું છું. મેં આ
વાત અનેક વાર સાંભળી હતી કે અંજના તેના પતિને અપ્રિય છે અને તે આને આંખથી
પણ જોતા નહિ, તો તેનાથી ગર્ભની ઉત્પત્તિ કેવી રીતે થઈ? માટે આ નિશ્ચયથી દોષિત
છે. જે કોઈ એને